Latest

AAP રેશ્માબેન પટેલ નો પત્ર CM ભુપેન્દ્રભાઈ પટેલ ને

તારીખ :- 6 જુલાઈ 2023

આદરણીય મુખ્યમંત્રી
શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ (ગુજરાત રાજ્ય )

વિષય : મધ્યપ્રદેશ માં ભાજપ સરકાર ‘મુખ્યમંત્રી લાડલી બહેના યોજના’ અંતર્ગત 1000 રૂપિયા બહેનોને આપે છે તો ગુજરાત માં ભાજપ સરકાર બહેનોને પણ 1000-1000રૂપિયા આપે એ માંગ કરીયે છીએ

       ભારતમાતા ની જય સાથે જણાવાનું કે અમે ગુજરાત ની દીકરીઓ , માતાઓ ,બહેનો ગુજરાત ની અસ્મિતા છીએ , ગુજરાત ની સમૃદ્ધિ છીએ પણ આજ એવું લાગે છે કે ગુજરાત ની બહેનો સાથે ભાજપ સરકાર ખુબજ મોટો અન્યાય કરી રહી છે અને ભેદભાવ ની નીતિ અપનાવી રહી છે કારણ કે મધ્યપ્રદેશ માં ભાજપ સરકાર 1000-1000 રૂપિયા બહેનોને આપી શકે તો ગુજરાત માં એજ ભાજપ સરકાર છે તો ગુજરાત ની બહેનોને 1000 રૂપિયા કેમ ના આપી શકે ?

એ સવાલ ગુજરાત ની બહેનો વતી હું રેશ્મા પટેલ ગુજરાતની દીકરી પૂછી રહી છું. મંધ્યપ્રદેશ ની બહેનોને 1000 રૂપિયા મળે છે એ અમારા માટે ખુબજ ખુશી ની વાત છે પણ દુઃખ એ વાત નું છે કે જયારે શ્રી અરવિંદ કેજરીવાલજી 1000 રૂપિયા ગુજરાત ની બહેનો ને આપવાનું વચન આપી રહિયા હતા ત્યારે ત્યારે ભાજપ સરકાર માં બેઠેલા આપશ્રીઓ ભાજપ નેતાઓ એ રેવડી-રેવડી કરી બહેનોના અધિકાર નું ખુબજ અપમાન કરેલું છે, હવે અમને સન્માન જોઈ છે , અમને અમારો હક જોઈ છે. અમે ‘1000 રૂપિયા હક્ક રાશિ’ ગુજરાત ની બહેનો ને આપવા માંગ કરીયે છીએ.

માંગણી પૂર્ણ કરવામાં નહિ આવે તો આગામી દિવસો માં સમગ્ર ગુજરાત માં આમ આદમી પાર્ટી મહિલા મોરચો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે,
1000 રૂપિયા ગુજરાત ની બહેનોને આપવાની માંગ પૂર્ણ કરવા  આપ સાહેબશ્રી ને વિનંતી

રેશ્મા પટેલ
પ્રદેશ મહિલા પ્રમુખ (AAP ગુજરાત )
Mob : 7990352156
7600847571

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસો એવા “ગુજરાતના ગરબા”ને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળ્યું

પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે પરંપરાગત ગરબા યોજી ઉજવણી કરવામા…

1 of 511

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *