કચ્છ: બીપરજોય વાવાઝોડાની પરિસ્થિતિનો તાગ અને દેખરેખ માટે ગુજરાતના 9 જિલ્લાની જવાબદારીઓ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓને આપવામાં આવી છે અને તેઓ જે તે જિલ્લામાં જઇ આ આફત સામે લડવાની અને કાર્ય વિશે સતત દેખરેખ રાખી રહ્યા છે. કુદરતી આપત્તિની આ ઘડીમાં અવિરતપણે કાર્યરત એવા જવાનો અને વહીવટી તંત્રની કામગીરીને રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા તેમજ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા બિરદાવવામાં આવી હતી.
કલેક્ટર કચેરી, કચ્છ-ભુજ ખાતે સંભવિત બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ ‘ઝિરો કેઝ્યુઆલીટી’ સુનિશ્ચિત કરવા આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કચ્છ-ભુજના કલેક્ટર અમિતભાઈ અરોરા અને જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ટીમ તેમજ એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ, આર્મી, બી.એસ.એફ, કોસ્ટગાર્ડ, એરફોર્સ, પોલીસ અને હવામાન ખાતા સાથે સતત સંપર્કમાં રહી પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. કુદરતી આપત્તિની આ ઘડીમાં અવિરતપણે કાર્યરત એવા જવાનો અને વહીવટી તંત્રની કામગીરી બિરદાવી હતી.

















