Latest

ભાવનગરના આવાસ યોજનાના લાભાર્થી શ્રી સોનલબેન દુબલ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી વાતચીત કરી

સીવણકામ દ્વારા ગુજરાન ચલાવતા સોનલબેનને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ઘરનું ઘર મળ્યું

વડાપ્રધાનશ્રી સાથે વાત કરી હર્ષની લાગણી અનુભવી રહ્યાનું જણાવતા શ્રી સોનલબેન દુબલ

આવાસ યોજનામાં ઘર મળવાથી બાળકના શિક્ષણ સહિતના પ્રશ્નોનું થયું સમાધાન

મકાન માટે જે પ્રકારનું સ્વપ્ન હતું તે જ પ્રકારનું મકાન સરકારશ્રીની યોજના થકી મળ્યું: સોનલબેન દુબલ

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભાવનગરના તરસમીયામાં બનેલા 1024 આવાસોના ઇ-લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આવાસ યોજનાના લાભાર્થી શ્રી સોનલબેન દુબલ સાથે વર્ચ્યુઅલ મધ્યમથી જોડાઈને એમની સાથે સંવાદ સાધ્યો હતો.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજરોજ યોજાયેલ EWS આવાસોના લોકાર્પણની સાથે સાથે લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં ભાવનગર ખાતેથી લાભાર્થી સોનલબેન દુબલ સાથે સંવાદ કરી તેમના ઘર ના ઘર નું સ્વપ્ન સાકાર થવા બદલની તેમની ખુશીમાં સહભાગી થયા હતા.

આ તકે ભાવનગરના વતની સોનલબેન દુબલે જણાવ્યું કે, પહેલા તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા. તેમાં મકાન માલિક દ્વારા થોડા સમય બાદ મકાન ખાલી કરવા, ગંદકી, ખરાબ રસ્તા જેવી અનેક સમસ્યાઓ ઊભી થતી હતી. આ ઉપરાંત નાનકડા એક રૂમમાં રહેવું પડતું હતું જ્યારે વર્ષ ૨૦૧૭ માં તેઓને સરકારશ્રીની આવાસ યોજના વિશે માહિતી મળતાં તેઓએ ફોર્મ ભર્યું હતું અને હાલમાં જ તેઓનું સ્વપ્ન આવાસોત્સવ થતી સાકાર થયું હતું.આ ઉપ્રાંત આવાસની નજીક જ શાળા આવેલી હોઈ બાળકના શિક્ષણ સહિતના પ્રશ્નોનું સમાધાન થશે.

વડાપ્રધાનશ્રી સાથે વાત કરતાં સારો અનુભવ થયો છે તેઓ મહિલા સશક્તિકરણ અંગે ખૂબ જ વિચારી રહ્યા છે તે અંગે આભાર વ્યક્ત કર્યો હતો.

આવાસ યોજનાનું મકાન મળતા જીવનમાં ખૂબ જ મોટો બદલાવ આવશે, તેઓ સીવણકામ દ્વારા ગુજરાન ચલાવે છે ત્યારે આવકમાં ફેર પડશે બચત થશે મકાનના ભાડામાંથી રાહત મળશે તેમજ જીવન ઘડતરમાં સુધારો આવશે.

મકાનની વિશેષતાઓ જણાવતા તેઓએ કહ્યું હતું કે, મકાન બનાવવા માટે જે પ્રકારનું તેઓનું સ્વપ્ન હતું તે જ પ્રકારનું તેમને મકાન સરકારશ્રીની યોજના થકી મળ્યું છે. શહેરમાં પ્રાઇવેટ સોસાયટી જેવી બને છે તેવા જ પ્રકારની સોસાયટી માં તેઓને મકાન મળ્યું છે.

નાના ભૂલકાઓને માટે રમત ગમત નાં મેદાનો, સ્વચ્છતા, સારા પ્રકારના પાકા મકાનો, સોલાર પેનલ સહિતની તમામ પાયાની જરૂરિયાતો પણ ઉપલબ્ધ કરાવાઈ છે. જેથી નાનામાં નાની તમામ જરૂરિયાતો તેઓની પૂર્ણ થઈ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા SSC અને HSCની પરીક્ષા આપતા તમામ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી

ગોધરા, વી.આર. એબીએનએસ, ગોધરા(પંચમહાલ):: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ…

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *