Latest

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ, દિલ્હી અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ વચ્ચે MOU કરવામાં આવ્યું

આજરોજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ, દિલ્હી અને ભરૂચ માં સેવા સાથે જોડાયેલ સંસ્થા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ સાથે MOU કરવામાં આવ્યું છે.

ભારત દેશ ના ૨૨ રાજ્યો માં પોતાનું અસ્તિત્વ ધરાવનાર અને પત્રકારો ના હિત માટે સતત પ્રયત્નશીલ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ, દિલ્હી ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડીયા અને ગુજરાત પ્રદેશ પ્રભારી બાબુલાલ ચૌધરી ની સૂચના તથા ગુજરાત પ્રદેશ સંયોજક મિન્હાઝ મલીક અને ગુજરાત રાજ્યના પ્રદેશ હોદ્દેદાર સહ સંયોજક ભાવેશ મુલાણી ના અથાગ પ્રયાસો થકી ભરૂચ માં સ્વ મેહનતે અને સ્વ સહાયથી સામાજિક પ્રવૃત્તિ કરી સામાજિક સેવા ક્ષેત્રે પોતાનું યોગદાન આપતા અને સતત કાર્યશીલ એવા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ ના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ સાથેની ચર્ચા વિચારણા ને ધ્યાને લઈ ને ખુબ સારી નામના ધરાવનાર આ બંને સંગઠનો વચ્ચે MOU કરવામાં આવ્યો છે જે ખુબ સારી કામગરી થવા પામી છે. અને આવનાર સમય માં આ બંને સંગઠનો અગાઉના સમય માં ભેગા મળીને ખુબ સારી કામગરી કરશે તેવી આશા ઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ પ્રસંગે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ગુજરાતના પ્રદેશ સહ સંયોજક ભાવેશ મુલાણી, ગુજરાતના મહામંત્રી જ્યોતિન્દ્ર ગોસ્વામી, ગુજરાત પ્રદેશ મંત્રી શૈલેષકુમાર પરમાર, નર્મદા જિલ્લા ના પ્રભારી ભરતભાઈ શાહ, સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ ના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, હેમાબેન પટેલ હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *