દેશના સૌથી મોટા પત્રકારોના સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS) હાલમાં પત્રકારોના હિત માં સરાહનીય કામગીરી કરી રહેલ છે. જેમાં દેશભરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજી.) દ્વારા પત્રકાર સુરક્ષા કાનૂન ની માંગ લઈને અનેક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે તાજેતરમાં છતીસગઢ માં મુખ્યમંત્રી ભૂપેશ બધેલ ની મંજૂરી બાદ પત્રકાર સુરક્ષા કાનુન ને હવે વિધાનસભા માં પણ બહાલી મળી છે. જે એક શુભ શરૂઆત છે.
ત્યારે આ સંગઠન માં ભરૂચ જિલ્લા માંથી નેત્રંગ તાલુકાના ખુબજ કાર્યશીલ એવા બ્રિજેશ પટેલ ને ભરૂચ જિલ્લા ના આઈ ટી સેલ ના અધ્યક્ષ તરીકે ની જવાબદારી સોંપવામાં આવી છે અને સાથે જ તેમના દ્વારા સંગઠન ના હિત માં કાર્ય કરી સંગઠન ને વધુ મજબૂત બનાવવાની કામગીરી કરવામાં આવશે તેવી આશા ઓ વ્યક્ત કરવામાં આવી છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.