દેશનું સૌથી મોટું પત્રકારો નું સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS) હાલમાં પત્રકારો નાં હિત માં સરાહનીય કામગીરી કરી રહ્યું છે જેમાં દેશભરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજી.) દ્વારા પત્રકાર સુરક્ષા કાનૂનની માંગને લઈને અનેક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે તાજેતર માં છત્તીસગઢ માં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મંજૂરી બાદ પત્રકાર સુરક્ષા કાનૂન ને હવે વિધાનસભા માં પણ બહાલી મળી છે.
ત્યારે આ સંગઠન માં ડાંગ જિલ્લા નાં સુશીલ પવાર ને ડાંગ જિલ્લા આઈ ટી. સેલ અધ્યક્ષ ની જવાબદારી પ્રદેશ તરફથી સોંપાતા સુશીલ પવાર ને પ્રદેશ હોદેદારો નો આભાર વ્યક્ત કરી તેમની પર વિશ્વાસ મૂકી સોંપાયેલી આ બંને જવાબદારી તેઓ નિષ્ઠાપૂર્વક નિભાવશે તેમ જણાવ્યું હતું.