ABPSS નાં પ્રતિનિધિ મંડળે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પત્રકારો સાથે ચર્ચા વિચારણા કરી : પત્રકાર જગત દ્વારા ઉષ્માસભર આવકાર મળ્યો
દ્વારકા : દેશનાં સૌથી મોટા રજિસ્ટર્ડ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા હાલમાં ગુજરાતમાં પત્રકાર સુરક્ષા કાનૂન ની લડત ને મજબૂત બનાવવા માટે સમગ્ર રાજ્યના પત્રકાર મિત્રો સાથે સંવાદ નો કાર્યક્રમ ચાલી રહ્યો છે
ત્યારે 33 જિલ્લાના પ્રવાસ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પત્રકારો સાથે ABPSS નાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા, એન સી મેમ્બર બાબુલાલ ચૌધરી, મીનાજ મલિક,આઝાદ જાદવ, રમેશભાઈ ધરસંડીયા સહિતનાં પ્રતિનિધિ મંડળે રૂબરૂ મુલાકાત લઈને ચર્ચા વિચારણા કરી હતી.
દ્વારકા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ આ બેઠકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સિનિયર પત્રકાર બુધભા ભાટી, છગનભાઈ નિરંજની, એડવોકેટ મિતવર્ધન ચંદ્રબૌદ્ધિ સહિતનાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બુધાભા ભાટી એ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં સંગઠન નો મજબૂત પાયો નાંખી આગામી સમયમાં ગુજરાત માં શરૂ થનાર પત્રકાર સુરક્ષા કાનૂન માટેના અભિયાન ને સંપૂર્ણ સમર્થન અને સાથ સહકાર આપવામાં આવશે.
તેઓએ આ તકે દ્વારકા ખાતે આગામી સમયમાં સમગ્ર ગુજરાત અને દેશનાં પત્રકારો નું વિશાળ સંમેલન યોજવા માટે પણ તૈયારી દર્શાવી હતી. દ્વારકા ની મુલાકાત દરમિયાન ABPSS નાં હોદેદારો એ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.