Latest

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ એ પત્રકારો પર થઈ રહેલા તથ્ય હિન કેસો મામલે મુખ્યમંત્રી ને આવેદન આપ્યું

પત્રકાર તુષાર બસિયા સામે ગુનો નોંધવા સામે વિરોધ – પત્રકારો પરના 20 હુમલામાં પગલાં ભરો

30 જાન્યુઆરી 2024, ગાંધીનગર :
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાતના પત્રકારો ઉપર થતાં અત્યાચાર, હુમલા, પરેશાની, સોશિયલ મિડિયામાં થતાં હુમલાં અને સત્તાધીશો દ્વારા કરાતી હેરાનગતી અંગે રજૂઆતો 30 જાન્યુઆરી 2024ના રોજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા કરવામાં આવી હતી. આવેદનપત્ર આપતાં પહેલાં પત્રકારો ગાંધીનગર અખબાર ભવન ખાતે એકઠા થયા હતા અને પીઢ પત્રકાર દિલીપ ગોહિલના અવસાન અંગે શોકસભા કરી બે મૌન શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ પટેલ, સુજલ મિશ્રા, દિનેશ ગઢવી, કિશન પંડ્યા, સંજય જાની, સંજયસિંહ ચૌહાણ, વિજયવીર યાદવ તૌફીક ઘાંચી સહિત નાં પત્રકારોએ મુખ્ય પ્રધાન કાર્યાલય ખાતે આપેલ આવેલા આવેદનમાં મહત્વના મુદ્દાઓ રજૂ કરાયા હતા.

નવજીવનના પત્રકારનો કિસ્સો

12 જાન્યુઆરી 2024ના દિવસે સુરતના જાહેર રોડ પર છઠ્ઠા ધોરણમાં ભણતી બાળાના ગુપ્તાંગ પર હાથ નાખનાર એક વિકૃત ઈસમ સામે સુરતના સીંગણપોર પોલીસ સ્ટેશનના ફોજદાર રાઠોડે સરકાર તરફે ફરિયાદ નોંધી નહીં. આ ઘટનાનો અહેવાલ નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાએ રજૂ કર્યો હતો. નવજીવન, ગાંધીજીએ અંગ્રેજો સામે છાપા દ્વારા લડાઈ લડવા માટે આ સંસ્થા સ્થાપી હતી. પત્રકાર તુષાર બસિયાએ ભોગ બનનાર બાળા પોતાની દીકરી છે તેમ માની અવાજ ઊઠાવ્યો 12 દિવસ પછી પત્રકારના અહેવાલ બાદ પોલીસે ફરિયાદ નોંધવી પડી હતી. પછી 24 જાન્યુઆરી 2024ના રોજ સીંગણપોર ફોજદાર રાઠોડે સરકાર તરફે બાળાની છેડતી કરનાર ઈસમ સામે IPC કલમ 234A/ પોક્સો એકેક્ટ કલમ-8, 23(1) (2)/ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ કલમ-74/ IT એક્ટ કલમ-66(e) હેઠળ FIR નોંધી હતી. પત્રકાર તુષાર બસિયાને આરોપી બનાવી દેવામાં આવ્યા હતા.પત્રકારને હેરાન કરવા માટે, કાયદાનો ગેરઉપયોગ કરાયો હતો.

12 દિવસ સુધી ગંભીર કોગ્નિઝેબલ ગુનાની જાણ હોવા છતાં FIR નહીં નોંધનાર PI રાઠોડ સામે સુરતના પોલીસ કમિશ્નર અજય તોમરે શિક્ષાત્મક કાર્યવાહી કરી ન હતી. ગુજરાત ભરના સ્વતંત્ર પત્રકોરોએ તેનો વિરોધ કર્યો પછી રાજકોટ બદલી કરવામાં આવી હતી.

સાચી ફરજ બજાવતાં નિર્દોષ પત્રકારે પત્રકારત્વનો ધર્મ નિભાવ્યો હતો. તેને ગંભીર ગુનામાં ખોટી રીતે સંડોવીને શું સાબિત કરવા માંગે છે? તુષાર બસિયાની છબી ખરડીને જાણીજોઈને બદનક્ષી કરી છે.

ગુજરાતમાં પત્રકારો પર હુમલા થયા હોય અને પોલીસ દ્વારા કાયદાનો ગેરઉપયોગ થયો હોત એવી અનેક ઘટનાઓ 2014થી 10 વર્ષમાં બની છે. જેની ગૃહ વિભાગે તપાસ કરીને વ્હાઈટ પેપર જાહેર કરવું જોઈએ.

આવી કેટલાંક ઘટનાઓ આ રહી

11 જાન્યુઆરી 2024માં કચ્છના પત્રકાર જયેશ અંબાલાલ શાહે પોલીસનું લાંચ કૌભાંડ બહાર પાડ્યું તો તેમને સાયબર ક્રાઈમ પર હાજર થવા નોટિસ આપી હતી. તેમને 2 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા. ફરીથી તેમને આવી જ નોટિસ આપવામાં આવી હતી.

25 જાન્યુઆરી 2024માં અમરેલી જિલ્લાના જાફરાબાદમાં કામ કરતાં ટીંબી ગામના પત્રકાર સોહિલભાઈ બમાણી ઉપર હીંચકારો હુમલો કરવામાં આવ્યો હતો.

પ્રદીપ રાવલ અને ખત્રીનો કેસ

તા.16 ફેબ્રુઆરી 2023 ના રોજમાં નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસ મથકે પત્રકારો વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી.આ ફરિયાદ આઇપીએસ હની ટ્રેપ કૌભાંડમાં જેમની પર આક્ષેપો થતાં હતાં. 5 આઇપીએસ ને સરકારે ક્લીનચિટ આપી હતી. તેના બે જ દિવસમાં લોકપ્રિય પત્રકારો વિરુદ્ધ આરોપ ઘડી ગણત્રીના કલાકોમાં જ તા.17 ફેબ્રુઆરી 2023મીના રોજ સવારે 200 કીમી દૂરથી પણ ધરપકડ કરી લેવાયા હતા. ગાંધીનગરના પ્રદીપ રાવલ અને બોડેલીના પત્રકાર બરકતુલ્લાહ ખત્રીની આ કેસ સરકાર દ્વારા પર અતિક્રમણ ગણવામાં આવી રહ્યો છે. કરાઈ એકેડેમિમાં ટ્રેઇનિંગ ન લેતી મહિલા એકેડેમીમાં અંદર જઈને ફોટા પડાવે છે જે વાયરલ થાય છે.એ મહિલાનું પોલીસે નિવેદન પણ લીધેલું છે.તેમ છતાં આઇપીએસ અધિકારીઓ પર દેશ ભરમાં થતાં ટ્રોલને અટકાવવા નિર્દોષ પત્રકારો પર ખોટો આરોપ મઢવામાં આવ્યો હતો.પત્રકાર સંગઠન આ કેસ પરત લેવા સરકાર સમક્ષ માંગણી કરી રહેલ છે.

માર્ચ 2023માં અમદાવાદના ચાંદખેડામાં પત્રકાર આબેદા પઠાણ અને ટીમ પર હુમલો કરી છેડતી કરી હતી. પત્રકારે કર્યું અન્ન જળનું ત્યાગ કરવો પડ્યો હતો. છતાં પગલાં ન લેવાયા.

જૂલાઈ 2023માં બોટાદમાં પત્રકાર પર હીચકારો હુમલો થયો હતો.

ડિસેમ્બર 2023માં જૂનાગઢ રોપવેના સમાચાર મેળવવા ગયેલા પત્રકાર અમર બખાઈ પર રોપવેના 3 કર્મચારીએ કર્યો હુમલો. પત્રકારને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પત્રકારના મોબાઇલમાંથી તમામ વિડિયો ડીલીટ કરવામાં આવ્યો હતો.

સપ્ટેમ્બર 2023માં રાજકોટમાં પત્રકારો પર પણ હુમલો કરી કેમેરા તોડવાનો પ્રયાસ કર્યો હતો.

ઓગસ્ટ 2023માં સંખેડા તાલુકાના પત્રકાર દિપક તડવી પર ડભોઈ ખાતે હુમલો કરાયો હતો.

જૂન 2023માં મહીસાગરના બાલાસિનોરમાં પત્રકારો પર ફજર દરમિયાન હુમલો કરાયો હતો.

ઓક્ટોબર 2022માં પોરબંદરમાં પત્રકાર પર હુમલો થયો હતો.

એપ્રિલ 2022માં વાલોડ તાલુકાના પત્રકાર વિકાસ ભરતભાઈ શાહ ઉપર હુમલો થયો હતો.

ઓગસ્ટ 2021માં અમદાવાદમાં ચાંદલોડિયામાં પત્રકાર દિનેશ કલાલ પર હુમલો થયો હતો.

ઓગસ્ટ 2021માં અમદાવાદ શહેરમાં આશારામ આશ્રમમાં પત્રકારો પર હુમલો કરનારા સાધકોને એક વર્ષની કોર્ટે સજા ફટકારી હતી.

મે 2022માં રાજુલા વાવેરા ગામે રહેતા ખેતી અને પત્રકાર સાથે સંકળાયેલા વિક્રમ સાખટ પર હુમલો કરી હાથ પગ ભાંગી નાખવાની ઘટના બની હતી.

2022માં અમદાવાદના નારોલ વિસ્તારમાં પોલીસની હાજરી પત્રકાર નીધી દવે પર જાન લેવા હુમલો થયો હતો.

નવેમ્બર 2022માં વડોદરાના સાવલી તાલુકામાં પત્રકાર પર જીવલેણ હુમલો કરાયો હતો.

7 મે 2020 ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા અમદાવાદની ન્યૂઝ પોર્ટલ ફેસ ઓફ નેશનના સંપાદક ધવલ પટેલ વિરુદ્ધ સેડીશન – રાષ્ટ્ર દ્રોહનો ગુનો નોંધવામાં આવેલો. તેને વિદેશ ભાગી જવું પડ્યું હતું.

જૂલાઈ 2020માં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં પત્રકાર રાજેશ ગજ્જર ઉપર હુમલાની ઘટના બની હતી.

2019માં જામનગરમાં પત્રકાર સમીર અશોકભાઈ ગડકરી પર હુમલો કરાયો હતો.

ડિસેમ્બર 2019માં નડિયાદના કનીપુરામાં પત્રકાર ગિરધારીભાઇ પર કેટલાક હુમલો કરવામાં આવ્યો હતો. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

ઓક્ટોબર 2019માં બનાસકાંઠાના રિપોર્ટર કુલદીપ પરમાર અને કૅમેરામૅન આકાશ પરમાર હુમલો કરાયો હતો. કુવારશી ગામમાં ભાજપના સ્થાનિક નેતા લક્ષ્મણ બારડની આશ્રમશાળાનો અહેવાલ આપ્યા બાદ તેના ભાઈ વદનસિંહે પત્રકારોનું અપહરણ કરીને નજીકમાં આવેલા ફાર્મહાઉસમાં લઈ ગયા હતા. જ્યાં માર માર્યો હતો.પોલિસના દમન બાબતે બનાસકાંઠામાં પત્રકારોએ કલેક્ટરને આવેદન આપ્યુ હતુ.

મે 2019માં જૂનાગઢમાં પત્રકારો ઉપર પોલીસે કોઈ કારણ વગર અમાનવીય રીતે લાઠીચાર્જ કરી અને હુમલો કર્યો હતો.

2019માં જામનગરમાં એક બુટલેગરે પત્રકારના ઘર પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આવેદનમાં જુનાગઢ પ્રકારમાં અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને જામનગરનાં બુટલેગર સામે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

સાયબર હુમલા

સાયબર હુમલા ગુજરાતમાં વધી રહ્યાં છે. ચોક્કસ પક્ષ કે નેતાઓની ટીકા કરવા બદલ પત્રકારોને સોશિયલ એકાઉન્ટ પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ન્યુઈન્ડિયન એક્સપ્રેસના ગુજરાત બ્યુરો ચીફ પર આ રીતના હુમલા થયા હતા. નિર્ભયતાથી લખનારા પત્રકાર દિલીપ પટેલ પર તેના સોશિયલ એકાઉન્ટ પર વારંવાર હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. પત્રકાર હરી દેસાઈ પર પણ સોશિયલ મિડિયા પર એટેક કરાય છે.

આવા સેંકડો પત્રકારો છે કે જેમની ઉપર સોશિયલ મિડિયામાં હુમલા થઈ રહ્યાં છે, જેથી તેઓ લખતા બંધ થાય એવો મૂળ હેતુ ચોક્કસ પક્ષના સાયબર ડાકુઓનો હેતું રહેલો છે. જે અટકવું જરૂરી છે.

આ માટે ગુજરાતની સરકારે પત્રકારોને કાનૂની સુરક્ષા આપવાની તાતી જરૂર છે.

4 વર્ષ પહેલાં ભુજમાં સુરેશગીરી ગોસ્વામી પર હુમલો થયો હતો. પત્રકારોની બેઠક મળી હતી અને માંડવીના હુમલાને વખોડાયો હતો.

ભરૂચના આમોદમાં પત્રકારો પર હુમલા થયા હતા.

2016માં અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં મોડી રાત્રે પત્રકાર ગોપાલ પટેલ પર હુમલો થયો હતો.

2016માં જામનગરમાં પત્રકાર સંજય જાની પર હુમલો કરાયો હતો.

8 વર્ષ પહેલાં અમદાવાદખાતેના GMDC ગ્રાઉન્ડ ઉપર પાટીદાર સમાજની યોજાયેલી મહારેલીના કવરેજ કરતાં 22 પત્રકારો પર પોલીસ કાફલાએ હુમલો કર્યો હતો.

આમ છેલ્લાં 10 વર્ષમાં આવી અનેક ઘટનાઓ બની છે.

2019માં જાહેર બેઠક
2019માં ગુજરાતમાં લોકશાહીના ચોથા સ્થંભ સમાન પ્રેસ અને મીડિયાની આઝાદી જોખમમાં મુકાઇ ગઈ હોત તેમ એવા બનેલા બનાવોની તપાસ અને સમગ્ર ગુજરાતના પત્રકાર જગતમાં સલામતી અને સુરક્ષાની લાગણી માટે અમદાવાદમાં તાકીદે યોજાયેલી એક ઓપન સેશન સમાન મીટીંગમાં વરિષ્ઠ પત્રકારોની સમિતિ રચીને 15 એપ્રિલના રોજ સરકારને લેખિત રજૂઆત કરી હતી.

ટીવી9 ને પત્રકાર ચિરાગ પટેલનું રહસ્યમય મોત, ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા મીડિયા ને આપેલી ધાક ધમકી અને માહિતી ખાતા દ્વારા ખુલાસાઓ મોકલીને કરતી કનડગતની ચર્ચા કરી હતી.

ગુજરાતમાં મીડિયાની સલામતી ચિંતાજનક હોવાની લાગણી સર્જાઈ છે.

પત્રકારો સવાલો કરે ત્યારે તેમને જોઈ લેવાની ધમકીઓ મળે છે. પ્રેસ અને મીડિયાની સાથે કરતા ગેરવર્તન આ તમામ બાબતોને લઈને અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ખાતે વરિષ્ઠ પત્રકારોની આગેવાનીમાં એક બેઠક ખૂલા મંચ સમાન યોજાઈ હતી.

8 એપ્રિલ 2017માં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગુજરાત સરકાર પાસે માંગણી કરી હતી કે, મહારાષ્ટ્ર સરકાર અને બીજી 8 રાજ્ય સરકારોની જેમ ગુજરાત સરકાર પણ પત્રકાર હિત માટેનો કાયદો લાવે. જર્નલિસ્ટ પ્રોટેકશન એકટ બિલ મુજબ પત્રકાર પર હુમલો કરવાને બિનજામીનપાત્ર ગુનો ગણવામાં આવે એવી વારંવાર માંગણી કરી છે. હુમલો કરનારાએ દંડ ભરવો પડશે અને ઘાયલ પત્રકારની સારવારનો પણ ખર્ચ ઉઠાવવો પડે એવી જોગવાઈ કરો. નુકસાનની ભરપાઇ હુમલાખોરે કરવી જોઈએ. ગુજરાત સરકારને બાર માગણીઓનો મુસદ્દો આપેલો તે આજે સરકારમાં પડતર છે.

પત્રકારો અને પત્રકારોની સંસ્થાઓ પર સતત હુમલા થઈ રહ્યા છે.
વલસાડમાં અત્યાચાર

11 એપ્રિલ 2022માં વલસાડના દક્ષિણ ગુજરાત વર્તમાન અખબારમાં દારૂની હેરાફેરી સંદર્ભે વહીવટદારોએ સેટિંગ કરી લીધું હોવાના શીર્ષક સાથે અહેવાલ છપાયા હતા. જે અહેવાલ બાદ અખબારના તંત્રી પુણ્યપાલ શાહ વિરુદ્ધ વલસાડ પોલીસે ગંભીર કલમ સાથે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. આ ઉપરાંત પોલીસે જેને આ અખબાર સાથે કઈ લેવાદેવા નથી અને જેઓ બીલીમોરા ખાતે પરિવાર સાથે અલગ રહે છે એવા તેમના કાકા જયંતીભાઈ સામે પણ પોલીસે ફરિયાદ નોંધી હતી. સરકારમાં પણ પોલીસ અધિકારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરી અધિકારી રાજ ચલાવી રહ્યા છે. લોકતંત્રના ચોથા સ્તંભ ગણાતા મીડિયાનો અવાજ દબાવવાનું કૃત્ય કરી રહ્યા છે.

300 અખબારોએ દેખાવો કર્યા તો પોલીસે પકડી લીધા

11 સપ્ટેમ્બર 2018માં ગાંધીનગરમાં 300 નાના અખબારોના પત્રકારો, તંત્રીઓ તથા માલિકોને સચિવાલય જતાં અટકાવાયા હતા. પોલીસે તેમની અટકાયત કરી હતી. સેક્ટર 7 પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. તેઓ સરકાર સામેના અનેક પ્રશ્નો રજૂ કરવા માટે સરકાર સમક્ષ જવા માંગતા હતા.

4100 અખબાર બંધ

ગુજરાતમાં 4100 નાના અને મધ્યમ અખબારો અલગઅલગ કારણોસર બંધ કરી દેવામાં આવ્યા છે. જે સરકારની વાત ન માને તેની જાહેરાતો બંધ કરી દેવામાં આવે છે. આખરે આ અખબાર ખોટના ખાડામાં ઉતરી જાય છે અને બંધ કરી દેવું પડે છે.

2022માં અમદાવાદમાં કે ન્યુઝ ટીવી ચેનલને અમદાવાદ કલેક્ટરે લાયસંસ રદ કરી દઈને બંધ કરાવી દીધી હતી. જે સરકારીન આકરી ટીકા કરતી હતી.

યુટ્યુબ ચેનલો પર તવાઈ
અનેક યુટ્યુબ ચેનલો સ્વચ્છ પત્રકારો ચલાવે છે. તેમની સામે તવાઈ વારંવરા આવતી રહી છે. સારી અને જાણીતી સંસ્થાઓમાં

સરકારે કોઈ પગલાં ન લીધા

15 મે 2019માં ગુજરાતના જાણીતા પત્રકારોએ રાજ્ય સરકાર સમક્ષ માંગણી મૂકી હતી.

જૂનાગઢમાં પત્રકારો પર થયેલા હુમલા સંદર્ભે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિએ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાને આવેદન પત્ર આપ્યું હતું. પત્રકારો પર થયેલા હુમલા અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે ગૃહરાજયમંત્રીએ ખાતરી આપી હતી.

22 જુલાઈ 2021માં ‘દૈનિક ભાસ્કર’ અને ‘દિવ્ય ભાસ્કર’ પર દરાડો પડાયા હતા. તેમની જાહેરખબરો સરકારે બંધ કરી દીધી હતી. આવકવેરા વિભાગના દરોડા, એ મીડિયાને ડરાવવાનો પ્રયાસ હતો.

વીટીવી
8 સપ્ટેમ્બર 2021માં અમદાવાદના બોડકદેવના સમભાવ-વીટીવી આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. તેના એન્કર આમ આદમી પક્ષમાં જોડાયા બાદ ભાજપ સામે આફત ઊભી કરી ત્યાર બાદ વડોદરિયા કુટુબની માલિકીની આ સંસ્થાઓ પર દરાડો પડ્યા હતા. તેઓ આજે પણ લડી રહ્યાં છે.

GSTV
જીએસટીવી અને વેબસાઈટ ક્યારેય સરકારના લબાણ હેઠળ કામ કર્યું નથી. તેથી તેના પર સીધા અને આડકતરાં હુમલા થતાં રહ્યાં છે. સરકારે દરોડા પાડ્યા છે.

અમદાવાદમાં 22 પત્રકારો પર હુમલા
2015માં પાટીદાર રેલીમાં અમદાવાદ જીએમડીસી મેદાનમાં 22 પત્રકારો પર હુમલા થયા હતા. પોલીસ કાફલાએ હુમલો કર્યો હતો. હુમલો કરનાર પોલીસ અધિકારી સામે કાર્યવાહીની માંગણી કરી હતી. છતાં કંઈ ન થયું. સાથે ઓલપાડમાં પત્રકારો દ્વારા નાયબ કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

અમદાવાદમાં પત્રકારને સળગાવી દીધા
માર્ચ 2019માં અમદાવાદના ટીવી પત્રકાર ચિરાગ પટેલની સળગેલી હાલતમાં લાશ મળી હતી. તે આ બધીજ શંકાઓથી સભર છે. સરકાર પાસે કોઈ રજૂઆત થાય કે કોઈ આંદોલન થાય ત્યારે જ જાગવાની આદત પાડી ગઈ છે.

ધારાસભ્ય

24 જુલાઈ 2015માં અરવલ્લીમાં ધારાસભ્યની કચેરીમાં તોડફોડ કરનાર અસામાજિક તત્વો દ્વારા પત્રકાર પર હુમલો કરાયો હતો. વિસનગરમાં પણ આવી ઘટના બની હતી.

7 એપ્રિલ 2018માં હળવદમાં પત્રકાર પત્રકાર જયેશભાઈ ભાઈલાલભાઈ ઝાલા પર હુમલો કરનારને ઘણાં સમાય સુધી પકડવામાં આવ્યા ન હતા.

4 ડિસેમ્બર 2018માં રાજકોટમાં ભાજપના હોદ્દેદારે એક પત્રકાર પર હુમલો કર્યો હતો.

18 નવેમ્બર 2018માં સરહદ ડેરીની ખારીવાવ મંડળીમાં થતી ગેરરીતિઓ બાબતે લખનાર પત્રકાર પત્રકાર હારૂન તોગાજી નોડે પર હુમલો કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. હુમલો કરી ખભાના ભાગે ઇજા પહોચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

3 ડિસેમ્બર 2019માં સુરત યંગપ્રતિભાના પત્રકાર પર બુટલેગરો દ્વારા હુમલો કરાયો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *