આજરોજ પાટણ ખાતે ” અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ” ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જીગ્નેશભાઇ કાલાવડીયાની રાહબારી હેઠળ સમિતિના રાષ્ટ્રીય સદસ્ય અને ગુજરાત રાજ્યના પ્રભારી બાબુલાલ ચૌધરી, ગુજરાત પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા તથા ગુજરાત પ્રદેશ મંત્રી રામજીભાઇ રાયગોરના અધ્યક્ષ સ્થાને સમિતિની બેઠક યોજાઇ હતી,
જેમાં પાટણ જિલ્લા પ્રભારી કાંતિભાઇ જોષી તથા જિલ્લામાંથી ઉપસ્થિત પત્રકાર મિત્રો દ્વારા ” અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ” ના પાટણ જિલ્લા પ્રમુખ તરીકે યશપાલભાઇ સ્વામી, મહામંત્રી તરીકે વિજયભાઇ પરમાર, જિલ્લા આઈ ટી સેલમાં ગોવિંદભાઇ પ્રજાપતિ, જ્યારે રાધનપુર તાલુકા પ્રમુખ તરીકે મનોજભાઇ ભોજક, સાતલપુર તાલુકા પ્રમુખ તરીકે આસ્તિક રાજગોર તેમજ સમી, શંખેશ્વર તાલુકા પ્રમુખ તરીકે ગોપાલભાઇ ચૌહાણની નિમણૂક કરવામાં આવી હતી…