કપિલ પટેલ દ્વારા ગાંધીનગર
વર્તમાન સમયમાં યુવા ધન વ્યસનોના રવાડી ન ચડે અને બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમ જ લોકોમાં આદર્શ નાગરિકની ભાવના કેળવાય તે હેતુથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નિરાંત અધિકારી સંત સંમેલનમાં ગુજરાતના તમામ જિલ્લામાંથી નિરાતના આચાર્ય મહાપુરુષો ઉપસ્થિત રહ્યા હતા
આ ઉપરાંત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાંથી પણ મોટી સંખ્યામાં અધિકારી મહાપુરુષો ઉપસ્થિત રહ્યા સમગ્ર રાજ્યના 1300 થી વધુ સંતોની ઉપસ્થિતિમાં નિરાત અધિકારી સંત સંમેલન કાર્યક્રમ સંપન્ન થયું આ કાર્યક્રમમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે માલોસના મુળગાદીના આચાર્ય શ્રી બાબુરામ મહારાજ પોતાનું સ્થાન નિભાવ્યું હતું જ્યારે સમારંભના અતિથિ વિશેષ પદે દેથાણ નિરાંત ગાદીથી પરમ પૂજ્ય રોહિતરામ મહારાજ ઉપસ્થિત રહી અને સમારંભને દીપાવ્યો હતો
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમદાવાદ નિવાસી કીર્તન રામ મહારાજ અને મહેસાણા નિવાસી મહેન્દ્રરામ મહારાજે કર્યું હતું આ ઉપરાંત સમારંભની કારોબારીમાં મુખ્યત્વે ભક્તિ રામ મહારાજ સરખેજ કેતનભાઇ મહારાજ સરખેજ મહેન્દ્રભાઈ મહારાજ મોટપ ડાહ્યાભાઈ મહારાજ અડાલજ પ્રવીણરામ મહારાજ મહેસાણા હર્ષદ રામ મહારાજ નારોલ શામળજી મહારાજ વૈજીપુરા પુરણ રામ મહારાજ ઉબખલ અને રમીલા રામ મહારાજ વડોદરા એ પોતાની સેવાઓ આપીને કાર્યક્રમની સંપન્ન બનાવ્યો હતો
વ્યસનો અને અંધશ્રદ્ધાથી સમાજ મુક્ત થાય સમાજ પોતાની એક નવી દિશા નક્કી કરી અને વિકાસના પગથિયા ચઢે તેવું ઉપરાંત બાળકોમાં શૈક્ષણિક વિકાસ થાય અને મહિલાઓમાં પણ જાગૃતિ આવે તે હેતુથી નિરાંત સંપ્રદાયના સંતો પોત પોતાના જિલ્લામાં સત્સંગના માધ્યમથી કાર્ય કરી રહ્યા છે