આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીએ દાંતા તાલુકમાં ટ્રાયબલ અને ગરીબ લોકો માટે આશીર્વાદ સમાન છે અત્રે ICU, ઓપરેશન, ડાયાલિસિસ, ડિલિવરી, ઇન્ડોર વિભાગ,ઓપીડી,લેબ, ફાર્મસી,xray, વિવિધ ડોકટોર અને સ્ટાફ દ્વારા દર્દીને સારવાર આપવામાં આવે છે જેમાં છેલ્લા ૪ મહિનામાં ૫૦૦થી વધુ પ્રસુતિ થઇ છે અને મેજર ઓપરેશન 168, કરવામાં આવેલ છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વિકાસ સપ્તાહ ૭ થી ૧૫ ઓક્ટોબરના અનુસંધાનમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે ઉજવણી કરવામાં આવેલ છે.
જેમાં TBના સચોટ નિદાન માટે TRUENAAT મશીન હોસ્પિટલના અધિક્ષક ડૉ.વાય કે મકવાણા, ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર ડૉ. નયન મકવાણા,દાંતા રાજવી પરીવારના માનવેન્દ્રસિંહ પરમાર તેમજ ભવાની નર્સિંગ સ્ટાફ તેમજ હોસ્પિટલ સ્ટાફ તથા દર્દીઓની હાજરીમાં આજથી ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
જેની કિંમત આશરે 15 થી 17 લાખ કિંમતની છે.તેનાથી અંબાજી હોસ્પિટલ ખાતે ટીબી નાબૂદી અભિયાન મા તેમજ ટીબી ના રોગ નુ સચોટ નિદાન અને સારવાર માં મદદરૂપ થશે.
તેમજ દાંતના રોગ અને કેન્સર માટે સ્ક્રીનીંગ કેમ્પ તથા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હોસ્પિટલના ડોક્ટર તેમજ દંતસર્જન ડૉ.મિહિર નાયક અને ડૉ.કૃષ્ણ રાવલ દ્વારા ભવાની નર્સિંગ કોલેજના નર્સિંગ સ્ટુડન્ટ,દર્દીઓ અને સ્ટાફનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું
તેમજ માનસિક રોગના નિષ્ણાત ડૉ.લૌકિક દરજી દ્વારા માનસીક રોગની જાણકારી દર્દીઓને તથા નર્સિંગ સ્ટુડન્ટ, હોસ્પિટલ સ્ટાફને માનસિક રોગના કારણે પડતી તકલીફો તેમજ સરકાર દ્વારા જે સારવાર આપવામાં આવે છે તેની જાણકારી આપવામાં આવે છે. આમ દર્દી દ્વારા હોસ્પિટલ ની કામગીરી વખાણવામાં આવી હતી અને સ્ટાફ નો આભાર માન્યો હતો.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી,અંબાજી