અમદાવાદ, સંજીવ રાજપૂત: જેજી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા “જેજીઆઈએસ ફેટ ફિએસ્ટા બે-દિવસીય કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રતિભાઓને ઉજાગર કરી હતી.. વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ગોઠવાયેલા સ્ટોલે તેમની કલાત્મક ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું.
જ્યારે કાર્નિવલના બીજા દિવસે એમ્પ્રેશન્સ ઍન્ડ અરીના ઑફ ક્રિએશન એન્ડ ઇનોવેશનના” (સર્જન અને નવીનતાનું મેદાન) શિર્ષક હેઠળ અદ્યતન શૈક્ષણિક અને સહ-પાઠ્યક્રમિક પ્રવૃત્તિઓનું વાર્ષિક પ્રદર્શન યોજાયું હતું.
વિદ્યાર્થીઓની અસાધારણ પ્રતિભા અને મહેનતના જ્વલંત ઉદાહરણ તરીકે આ ઇવેન્ટમાં વિવિધ સહ-પાઠ્યક્રમિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. નૃત્ય અને એરોબિક્સના સાદગીભર્યા આકર્ષક પ્રદર્શનથી લઈને કેલિગ્રાફી અને ચિત્રકામની સૂક્ષ્મ શૈલીઓ સુધી, દરેક પ્રદર્શન વિદ્યાર્થીઓના સમર્પણ અને ઉત્સાહને ઉજાગર કરતું હતું.
ઇવેન્ટના મુખ્ય આકર્ષણમાં “ઓપન હાઉસ” અને “સ્ટીમ પ્રદર્શન” સામેલ હતાં. જ્યાં વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસક્રમને આધારે પ્રવૃત્તિઓ રજૂ કરી અને તેમના સર્જનાત્મક અને પ્રાયોગિક અનુભવને પ્રસ્તુત કર્યા. “ફ્યુચર ઝોન”માં ધોરણ IX અને XIના વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે થઈ રહેલી અદ્યતન પ્રવૃત્તિઓ વિશે તેમના ઊંડા જ્ઞાનને પ્રેક્ષકો સાથે વહેંચ્યું.પાકકલા પ્રવૃત્તિમાં ભાગ લેતા વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓની લિજ્જત માણી અને તેમની રસોઈકળાનો પરિચય આપ્યો.
તેમજ સ્કેટિંગ અને કરાટે પ્રદર્શન ખૂબજ પ્રભાવશાળી હતું અને તેનાથી વાલીઓ ખૂબ પ્રભાવિત થયા. વિઝુઅલ આર્ટ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓની કલાત્મકતા, કુશળતા અને રચનાત્મક વૃદ્ધિ સ્પષ્ટ જણાતી હતી.આ ઉપરાંત, IBDPના વિદ્યાર્થીઓએ સિવિલ હોસ્પિટલ સાથે મળીને રક્તદાન શિબિરનું આયોજન કર્યું, જે તેમની સમાજસેવા પ્રત્યે પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
આ કાર્યક્રમ એક અદ્ભુત સફળ સાબિત થયો, જ્યાં વિદ્યાર્થીઓએ તેમના વિવિધ પ્રતિભાઓ અને કુશળતાઓનું પ્રદર્શન કર્યું અને મહત્વપૂર્ણ સામાજિક કાર્યોમાં યોગદાન આપ્યું.