Latest

અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ‘ડાયટેશિયન ઓપીડી’ સેન્ટર ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમજ હાયપર ટેન્શનના દર્દીઓ માટે બન્યું ઉપકારક

અમદાવાદ, સંજીવ રાજપૂત: આજના ઝડપી જીવનમાં મેદસ્વિતા (ઓબેસિટી) એક વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. બદલાતી જીવનશૈલી, અસંતુલિત આહાર, શારીરિક નિષ્ક્રિયતા અને તણાવ જેવાં કારણોને લીધે મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યું છે. આ સ્થિતિ ગંભીર રોગો, જેવાકે, ડાયાબિટીસ, હૃદયરોગ, હાઈ બ્લડપ્રેશર અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓને આમંત્રણ આપે છે. એટલું જ નહીં, ધીરે ધીરે હવે નાનાં બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પગલે સમગ્ર ગુજરાત મેદસ્વિતામુક્ત બને અને નાગરિકો તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે જાગૃત થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દેશમાંથી મેદસ્વિતા ઘટાડવાના સંકલ્પને સાર્થક કરવા  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં આદરેલા મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા નવીન પહેલ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં સ્પેશિયલ  ‘ડાયટિશિયન ઓપીડી’ની શરૂઆત થઇ છે.

આ અંગે વાત કરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ૧૨૦૦બેડની હોસ્પિટલ ખાતે ૧૦ મેના રોજ એક નવી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલના ભાગરૂપે એક ‘ડાયટેશિયન ઓપીડી’ની શરૂઆત થઇ છે. અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ દર્દીઓ આ ઓપીડીની મુલાકાત લઇ ચૂક્યા છે.

રાકેશ જોષીએ કહ્યું કે, દરેક વ્યક્તિ જે મેદસ્વી છે, તેઓ માટે સિવિલમાં પ્રારંભ કરવામાં આવેલું આ સેન્ટર એક ઉપયોગી સાબિત થશે. એટલું જ નહીં, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હાયપરટેન્શનના દર્દીઓ માટે પણ આ સેન્ટર ઉપયોગી બન્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના દરેક વિભાગમાં આવતા ઓબેસિટીવાળા દર્દી આ સેન્ટરમાં જઈ શકે એવી વ્યવસ્થા પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ગોઠવવામાં આવી છે. આ સેન્ટરમાં ઓબેસિટીવાળા દર્દીનું બીએમઆઈ ઇન્ડેક્સ નક્કી કરવામાં આવે છે ત્યારબાદ તેને અનુરૂપ એ વ્યક્તિને ડાયેટ પ્લાન આપવામાં આવે છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, સિવિલ હોસ્પિટલમાં મલ્ટીપલ સુપર સ્પેશિયાલિટી ચાલે છે, ત્યારે આ ઓપીડીમાં માત્ર ડાયાબિટીસ, હાયપર ટેન્શન કે પછી ઓબેસિટીના જ દર્દીઓ નહીં પણ જે કોઈ દર્દીને મેજર ઓપરેશન સર્જરી કરાવવાની હોય એની તૈયારીના ભાગરૂપે દર્દીઓને એક-બે મહિના પહેલા ડાયેટ મોડીફાઇ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં દર્દીના સ્પેસિફિક રોગ માટે એટલે કે કોઇને કિડની ડિસીસ હોય તો તેને કેવા પ્રકારનો ખોરાક લેવો, કેવી રીતે જીવનશૈલીમાં બદલાવ લાવવો તેમજ ખાનપાનની પ્રક્રિયામાં કેવી રીતે મૂળભૂત બદલાવ લાવવો તેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે.

સુપરિટેન્ડેન્ટ રાકેશ જોષીએ  કહ્યું કે, કોઇપણ પ્રાઇવેટ હોસ્પિટલમાં ડાયટ પ્લાન લેવો હોય તો તેનો ખૂબ  મોટો ખર્ચ થતો હોય  છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ સેવા તદ્દન નિ:શુલ્ક આપવામાં આવે છે અને તમામ માટે ખુલ્લી છે. અહીં આવનારા દરેક દર્દીના ખિસ્સામાં કોઇપણ પ્રકારનું વધારાનું ભારણ પડતું નથી.

નાગરિકોને અપિલ કરતા શ્રી રાકેશ જોષીએ કહ્યું કે, આ સેવાનો સૌ કોઇએ અવશ્ય લેવો જોઇએ. કેમ કે અહીં, ડાયટિશિયન દ્વારા સાત્વિક ખોરાક કોને કહેવાય અને જીવનશૈલી અનુરૂપ કેવા પ્રકારનો ખોરાક લેવો જોઇએ તેના વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. જો આપણે જીવનશૈલી અનુરૂપ ખોરાક લઈશું તો મહદઅંશે, મેદસ્વિતા,ડાયાબિટિસ અને બ્લડપ્રેશર કંટ્રોલ કરી શકીશું, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

દર્દીઓની મેડિકલ હિસ્ટ્રી તપાસી, રિપોર્ટ અનુસાર ડાયેટ પ્લાન આપીએ છીએ

આ ઓપીડીમાં  મેદસ્વિતા ઘટાડવાના આશય સાથે એનસીડી ધરાવતા દર્દીઓ, કુપોષિત બાળક તથા ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓને નિષ્ણાત ડાયેટિશિયન દ્વારા યોગ્ય આહારની માર્ગદર્શિકા અને વ્યક્તિગત ડાયેટ પ્લાન આપવામાં આવે છે. આ સાથે  બીએમઆઇ (બાડી માસ ઇન્ડેક્સ) ઘટાડવા સંદર્ભે પણ યોગ્ય માર્ગદર્શન અપાય છે.
આ સેવા દર્દીઓને તેમના આરોગ્યને સુધારવામાં, ઊર્જા વધારવામાં અને સંતુલિત જીવનશૈલી તરફ માર્ગદર્શન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અહીં આવાતા મોટાભાગના દર્દીઓ વજન વધી ગયુ છે એ સમસ્યા લઇને આવે છે. ત્યારે અમે સૌપ્રથમ જે-તે દર્દીની મેડિકલ હિસ્ટ્રી જાણીએ છીએ. દર્દીઓના જરૂરી રિપોર્ટ કરાવીએ છીએ. ત્યારબાદ રિપોર્ટ અનુસાર એ દર્દીને ડાયટ પ્લાન આપતા હોઇએ છીએ. સામાન્ય રીતે બાળકોમાં એનેમિયા વધારે જોવા મળે છે અને આવા બાળકોનું વજન ખૂબ ઓછું હોય છે. ત્યારે આવા બાળકોનું વજન કેવી રીતે વધે એ અનુરૂપ ડાયેટ પ્લાન આપીએ છીએ. આમાં પણ ખાસ કરીને પ્રોર્ટીન, ફાયબર અને આર્યન પૂરતા પ્રમાણમાં મળે એ ધ્યાનમાં રાખીને ડાયટ પ્લાન આપતા હોઇએ છીએ.

હું આ ઓપીડીમાં પીસીઓડીની સમસ્યા લઇને આવી હતી. મારી સમસ્યા જ્યારે ડાયેટિશિયનને જણાવી ત્યારે મને જીવનશૈલીને લઇને ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ સાથે મને ડાયેટ પ્લાન પણ આપવામાં આવ્યો. આ ઉપરાંત મને પૂરતી ઊંઘ લેવા, ફિટનેસ અંગે, મેડિટેશન, ખાન-પાન અંગે પણ વિસ્તૃતમાં માહિતી આપી હતી. મને અહીં ઘણી ઉપયોગી માહિતી મળી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *