Latest

અમદાવાદ ખાતે SRPF ગ્રૂપ-૨ની યજમાનીમાં ‘DGP કપ અંતર્ગત હેન્ડબોલ ટૂર્નામેન્ટનો થયો પ્રારંભ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨ના યજમાન સ્થાને અમદાવાદ ફૂટબૉલ ગ્રાઉન્ડ ખાતે DGP કપ અંતર્ગત હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. આગામી તા ૩૧ જાન્યુઆરી સુધી આ ટૂર્નામેન્ટ યોજાશે.

આ ટૂર્નામેન્ટમાં કુલ ૧૦ ટીમોએ ભાગ લીધો છે, જેમાં પુરુષની ૭ ટીમ અને મહિલાની ૩ ટીમોનો સમાવેશ થાય છે. ડી.જી.પી. કપ હેન્ડબોલ સ્પર્ધામા ભાગ લેનારમાં પુરુષ ટીમોમાં હથિયારી એકમો, અમદાવાદ વિભાગ, ગાંધીનગર વિભાગ, ભાવનગર વિભાગ, રાજકોટ શહેર, અમદાવાદ શહેર, સૂરત શહેરનો સમાવેશ થાય છે. જ્યારે મહિલા ટીમોમાં ભાવનગર રેન્જ, અમદાવાદ શહેર, રાજકોટ શહેરનો સમાવેશ થાય છે.

સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ગ્રૂપ-૨નાં સેનાપતિ સુશ્રી મંજિતા વણઝારાની આગેવાનીમાં આ સમગ્ર આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ સાથે ખભે ખભા મિલાવી વિપરિત પરિસ્થિતિઓમાં અગ્રિમ હરોળમા કાયદો અને વ્યવસ્થાની સતત એકધારી ફરજો બજાવવાના કા૨ણે અધિકારી તેમજ કર્મચારીઓ ઘણી વખત માસિક થાક અનુભવતા હોય છે, ત્યારે ગુજરાત પોલીસ દળમાં શિસ્ત, શારીરિક ફિટનેસ તથા ટીમ સ્પિરિટની ભાવના જળવાઈ રહે તે ઉદ્દેશ સાથે દર વર્ષે ડીજીપી કપ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે પ્રથમવાર ડી.જી.પી.કપ ‘હેન્ડબોલ’ સ્પર્ધાનું આયોજન પ્રથમ વાર જૂથ-૦૨, અમદાવાદ ખાતે ક૨વામાં આવેલ છે. હેન્ડબોલ સ્પર્ધાની ઓપનિંગ સેરેમનીમાં વિવિધ ટીમો દ્વારા શપથગ્રહણ કરવામાં આવ્યા હતા.

આ ઓપનિંગ સેરેમનીમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગરના હથિયારી એકમોના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલકુમાર વાઘેલા, મેટ્રો જૂથના એસ.પી. સુશ્રી ભાવના પટેલ, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨ના ડીવાયએસપી એલ.ડી.રાઠોડ, પી.પી. વ્યાસ તેમજ વિજયસિંહ પરમાર સહિતના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ તથા સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *