ભાવનગરના જીવાદોરી સમાન ગણાતા ઉદ્યોગોમાંનો એક એવા અલંગ ખાતે અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. ત્યારે વધુ એક સમસ્યા સામે આવી હતી. એશીયાના સૌથી મોટા શિપબ્રેકીંગ યાર્ડ અલંગ ખાતે પરપ્રાંતિય મજૂરોની હાલત ખુબજ કાફીડી બની છે. અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં અંદાજે 200 થી 250 પરપ્રાંતિય મજૂરોના જીવન જોખમે જીવન પસાર કરી રહ્યા છે. અલંગ ખાતે અન્ય રાજ્ય માંથી આવેલા પરપ્રાંતિય મજૂરો 15 વર્ષ થી અહીંયા રહે છે. દર ચોમાસે આ પ્લોટ નંબર 86, 87, 87A માંની પાસે પાણી ભરાઈ જાય છે. અને ખોલીમાં પાણી ઘુસી જાય છે. જ્યારે પણ દરિયાની ભરતી હોય ત્યારે આ વિસ્તારમાં 40 થી 50 ખોલીઓ આવેલી છે. અને જેમાં દરિયાણા પાણી આવી જતા મજૂરો મુશ્કેલીમાં મુકાય છે. પોતાનું પેટીયું રળવા આવેલા મજૂરો ન છૂટકે જીવના જોખમે રહેવા મજબુર બને છે. નાના ગરીબ માણસોનું GMB ના અધિકારીઓ સાંભળવતા જ નથી. આ અંગે અનેકવાર GMB ને રજુવાત કરવા છતાં આજ દિન સુધી ધ્યાનમાં લેતું નથી. દરિયા કિનારે હોવા થી કોઈવાર મોટી સમસ્યા સર્જાશે તો તેનું જવાબદાર કોણ રહેશે તેવા સવાલો મજૂરોના આગેવાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે GMB, તંત્ર અને શિપબ્રેકીંગ યાર્ડના પ્લોટ માલિકો યોગ્ય કાર્યવાહી કરી મજૂરોને ન્યાય આપે અને રહેવાની સગવડ કરી આપે તેવી માંગ ઉઠી રહી છે.
અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર