શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી ખાતે હાલમાં પરિક્રમા મહોત્સવ પાંચ દિવસનો પર્વ અને નવમો પાટોત્સવ ચાલી રહ્યો છે ત્યારે દેશ વિદેશમાંથી માઈ ભક્તો અંબાજી અને ગબ્બર ખાતે દર્શન કરવા આવી રહ્યા છે.
અંબાજી મંદિરને પણ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. કલરફુલ લાઇટોથી મંદિર પરિસર અને મંદિરના શિખરને પણ શણગારવામાં આવ્યું છે. આ સિવાય ગબ્બર પરિક્રમા પથ ઉપર પણ રંગબેરંગી લાઈટો લગાડવામાં આવી છે અને ગબ્બર ખાતેના મુખ્યદ્વાર, અંબાજી મંદિર નો શક્તિદ્વાર, ગબ્બર સર્કલ પરનો શક્તિ ચોક અને 51 શક્તિપીઠ સર્કલ ઉપર પણ લાઈટો લગાડીને સુંદર કાર્યક્રમ અંબાજી ખાતે પરિક્રમા મહોત્સવ પર્વને લઈને ચાલી રહ્યો છે.
અંબાજી પ્રહલાદ પૂજારી