શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી મંદિર ખાતે માતાજીના ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે આજે અંબાજી મંદિર ખાતે માતાજીનું મંદિર બપોર બાદ દર્શન માટે બંદ રહેવા પામ્યું હતું અને ત્યારબાદ અંબાજી મંદિર ખાતે પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી. આ વિધિમાં અમદાવાદ થી સોની પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યો હતો અને માતાજીના ઘરેણાં ધોવાતા તેમાં ઘટ પડતા આ પરિવાર સોનાની નાની વસ્તુ દાન કરે છે.
અંબાજી મંદિર ના ભટ્ટજી મહારાજ મહેન્દ્રભાઈ ઠાકર ના પુત્રો, ભરત ભાઈ પાધ્યા સહિત વિવિધ મંદિરનાં પૂજારીઓ અને અમદાવાદના સોની પરિવાર ની હાજરીમાં માતાજીના ઘરેણા અને સવારી સહિત વિવિધ વસ્તુઓની સાફ સફાઇ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં બહારના લોકો ભાગ લેવા આવ્યા હતા. અને માતાજીના આશિર્વાદ મેળવ્યા હતા. અંબાજી મંદિર ખાતે રાત્રે 9 વાગે આરતી કરવામાં આવશે અને ત્યારબાદ 14 સપ્ટેમ્બર ના રોજ સવારે અંબાજી ખાતે દર્શન માટે રાબેતા મુજબ ખુલશે
અંબાજી પ્રહલાદ પૂજારી