Latest

અંબાજી મંદિર સંચાલિત કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે આજ રોજ તા. ૦૪/૦૮/૨૦૨૫ ને શ્રાવણ માસના પાવન દિન સોમવારે રાજસ્થાનના જોધપુર નિવાસી દિનેશપુરી ગૌસ્વામી તરફથી ૧૮ કિલો વજનનું શુદ્ધ ચાંદીનું ૨૧,૦૦૦,૦૦ (રૂપિયા એકવીસ લાખની કિમતનું) થાળુ દાન ભેટમાં અર્પણ કરવામાં આવ્યું. દાતાશ્રી દ્વારા કોટેશ્વર ગૌશાળા ખાતે રૂ.૧,૦૧,૦૦૧( રૂ એક લાખ એક હજાર એક) નું દાન પણ આપવામાં આવ્યું.

કોટેશ્વર મહાદેવ મંદિર પ્રકૃતિના સૌન્દર્યમાં સરસ્વતી નદીના કિનારે આવેલ પાવન સ્થળ છે. માં સરસ્વતી નદીનું ઉદ્દગમ સ્થાન છે અને શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા ગૌશાળાનું સંચાલન પણ કરવામાં આવે છે. આજ રોજ દાતાશ્રી દ્વારા પોતાના સપરિવાર સાથે કોટેશ્વર મંદિરના ચોકમાં શિવ રુદ્ર યજ્ઞ, પૂજન અર્ચન કરી વિધિ વિધાન સાથે ચાંદીનું થાળું દેવાધિદેવ મહાદેવના ચરણોમાં જડીત કરેલ છે.

આ ચાંદીના થાળાથી શિવલિંગની શોભામાં અનેકગણો વધારો થયો છે. અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદીએ દાન સ્વીકારી દાતાશ્રીનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

રિપોર્ટર પ્રહલાદ પુજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પત્રકારોની અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું

વડોદરા, તા.૨૬/૦૮/૨૦૨૫ ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો…

1 of 614

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *