શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે . અંબાજી ખાતે વીઆઇપી લોકો માતાજીનાં દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે આજે અંબાજી મંદિર ખાતે બોલીવુડ નાં મશહુર અદાકાર મનોજ જોષી માતાજીનાં દર્શન કરવા આવ્યા હતા.
અંબાજી મંદિર ખાતે તેમને માતાજીનાં દર્શન કર્યાં હતાં અને ત્યારબાદ તેમને માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. અંબાજી મંદિર ખાતે તેમને જોવા લોકોની ભીડ જોવા મળી હતી. તેમને ઘણી ફિલ્મો મા કામ કરેલ છે. જેમાં ભૂલભુલૈયા, સરફરોશ, હંગામા, ફિર હેરાફેરી, હલચલ, ધૂમ, ચૂપ ચૂપ કે સહીત ઘણી ફિલ્મો મા કામ કરેલ છે. તેમને પદ્મ શ્રી એવોર્ડ મળેલ છે અને તેઓ બોમ્બે આર્ટ સોસાયટીના ઉપ પ્રમુખ છે.
પ્રહલાદ પુજારી અંબાજી