પ્રથમ રૂટ અંબાજી થી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધીનો: રથમાં એલ.ઈ.ડી સિસ્ટમ , પી એ સિસ્ટમ, જી.પી.એસ, વગેરે સુવિધાઓ ઉપલબ્ધ
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના વરદ હસ્તે શક્તિપીઠ અંબાજી ખાતેથી આજે ભક્તિમય માહોલમાં અંબિકા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
અંબિકા રથ મારફત વિવિધ ધાર્મિક પ્રચાર પ્રસાર અને ભાદરવી પુનમિયા સંઘ / અંબિકા અન્નક્ષેત્ર /ધાર્મિક સંસ્થાઓ દ્વારા ગબ્બર તળેટી સંપૂર્ણ પરિક્રમા સંઘની નોધણી કરવામાં આવશે. આ રથ દ્વારા ભાદરવી પુનમીયા સંઘ મારફત વિવિધ ઝોનમાં તેમજ એક યાત્રાધામ થી બીજા યાત્રાધામને સાંકળવામાં આવશે. અંબિકા રથમાં વર્ચુઅલ રિયાલિટી થી અંબાજી મંદિરના દર્શન કરી શકાશે. રથમાં એલ.ઈ.ડી સિસ્ટમ , પી એ સિસ્ટમ, જી.પી.એસ, વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. ભાદરવી પુનમીયા સંઘ દ્વારા પ્રથમ રૂટ અંબાજી થી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધીનો આયોજિત કરેલ છે.
અંબાજી થી પ્રસ્થાન થયેલ અંબિકા રથને દાંતા રાજવી પરિવાર દ્વારા દાંતા ખાતે આવકારવામાં આવ્યો હતો. આજના આ કાર્યક્રમમાં અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા, ભાદરવી પૂનમિયા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી ભોગીભાઈ પટેલ, પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, જલીયાણ સેવા કેમ્પના હિતેશભાઈ ઠક્કર , મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી