Latest

અમદાવાદ રિવરફ્રન્ટ પર NCC નિયામકની ઉપસ્થિતિમાં કેડેટ્સ અને સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના કર્મીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું.

અમદાવાદ: એનસીસી નિયામક ગુજરાત દાદરા નગર હવેલી દમણ અને દીવ ના એનસીસી કેડેટ્સ અને સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના દ્વારા ૦૨ જુલાઈ ૨૦૨૨ ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૪૭ એનસીસી કેડેટ્સ અને રિવરફ્રન્ટના કર્મચારીઓ દ્વારા ૧૦૦૦ રોપાઓ વાવવામાં આવ્યા હતા.

આ સમારંભમાં એનસીસી નિયામક ગુજરાત દાદરા નગર હવેલી દમણ અને દીવ ના મેજર જનરલ અરવિંદ કપૂર, એડિશનલ ડાયરેક્ટર જનરલ અને શ્રી કેશવ વર્મા સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ હાજર રહયા હતા.

 

ચેરમેન શ્રી કેશવ વર્માએ સમગ્ર રિવરફ્રન્ટને લીલોછમ બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ એનસીસી કેડેટ્સને બિરદાવ્યા હતા. મેજર જનરલ અરવિંદ કપૂર કેડેટ્સને ભવિષ્યમાં વૃક્ષારોપણ અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા અને રોપેલા રોપાઓનું જતન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. એનસીસી કેડેટ્સે વધુ સારા પર્યાવરણમાં યોગદાન આપવા વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *