Latest

અમિત પટેલ દ્વારા પાર્વતી પ્રણામ નું કૌભાંડ સૌથી પહેલા આધાર પુરાવા સાથે ફરિયાદ કરાઈ હતી, આવનારા સમયમા બીજા કૌભાંડ બહાર લાવીશુ

અમિત પટેલ ના અહેવાલોની ધારધાર અસર

પાર્વતીના બિલ્ડરોએ ગેર કાયદેસર રસ્તો બતાવી કરોડો કમાયા

લાખો રૂપિયા રોકેલા રોકાણકારો ફસાયા હવે પ્લોટ ના ભાવ પણ ધટાડો થઈ શકે છે

લોભિયા હોય ત્યા ધુતારા ભુખે મરે નહી આ કહેવત હવે સાચી સાબીત થઈ રહી છે. અંબાજી ખાતે અમદાવાદના બિલ્ડરે પોતાના મંજૂર પ્લાન હેઠળ જે રસ્તો હાઈવે રોડ થી મળ્યો હતો તે રોડ સાંકડો અને નાનો હોઈ બિલ્ડરના બંગલા વેચાયા નહિ.

ચાલતી ચર્ચા મુજબ બિલ્ડરે રૂપિયાના જોરે કોઈને મફત બંગલા આપ્યા, કેટલાક અધિકારી, મોટા માથાને અડધી કિંમતે બંગલા આપ્યા અને મહેશ ગેરેજ પાસે થી સરકારી રસ્તો શરૂ કરી દીધો અને બધાજ બંગલાઓ 2500 રૂપિયે ફૂટ પર વેંચી દીધા હવે રસ્તો બંદ થતા લોકોને રોવાનો વારો આવ્યો છે.

અંબાજીના મોટામાથાઓ, મોટા રૂપિયા વાળા પ્લાનનો મંજૂર રસ્તો જોયા વગર ખોટા સરકારી રસ્તો જોઈને ઘેટાના ટોળાની જેમ પ્લોટ લેવા જાણે દોટ મૂકી હોય તેમ મોટાભાગના બધા બંગલા અને પ્લોટ લઈ લીધા હતા અને બિલ્ડરને પોતાના ધાર્યા કરતા વધારે રૂપિયા મળ્યા હતા,ગુરુવારે સરકારી વહીવટી તંત્ર દ્વારા ગેર કાયદેસર રસ્તો બંદ કરી દિવાલ બનાવાઈ અને જાહેર બોર્ડ સરકાર દ્વારા લગાવવામા આવ્યુ,ત્યારે કેટલાક પ્લોટ ધારકો અને બંગલા બુક કરાવવા વાળાને ખબર પડી હતી.

અંબાજીના કેટલાક તત્ત્વો પોતાના કમિશન માટે અંબાજીના ભોળી અને સમજુ પ્રજાને પરસેવાના રૂપિયા ફસાઈ દીધા છે. પાર્વતી સારી સોસાયટી અને આવનારા સમયમા કરોડો રૂપિયા કિંમત થશે તેમ કહી આવા તત્વોએ પ્લોટો અને બંગલા બુક કરાવવા માટે ખૂબ મહેનત કરી કમિશન લીધા હતા. હવે આવા તત્વોના મોઢા સિવાય ગયા છે.

પાર્વતી પ્રણામ ના પ્લોટની રસ્તો ચાલુ હતો ત્યારે 2500 રૂપિયા ફૂટ ની હતી પણ હવે રસ્તો બંધ થતાં કીંમત માં ધટાડો થઈ શકે છે
લોભિયા હોય ત્યા ધુતારા ભુખે મરે નહી એ કહેવત હાલ તો અંબાજી ખાતે સાચી જોવા મળી રહી છે. પાર્વતી પ્રણામના બિલ્ડર હવે પોતાના ગ્રાહકોને ખોટા દિલાસા આપી રહ્યા છે. પ્લોટ લેનારા હવે ફસાતા છેલ્લે ભગવાન પર આશા રાખી રહ્યા છે.

રિપોર્ટ…. અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 628

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *