તા ૨/૭/૨૦૨૩ ના રોજ આણંદ ખાતે કોમ્યુનીટી હોલ માં હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા એપિક ફાઉન્ડેશન ના સહયોગ થી મહેંદી કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશન માં ૧૮૦ થી વધારે બેહનો એ ભાગ લીધો હતો.જેમાં એક થી પાંચ નંબર ની વિજેતા બેહનો ને ટ્રોફી અને સંસ્થા તરફથી સર્ટીફીકેટ આપી સમ્માનીત કરવામાં આવ્યા હતા.
તેમજ કોમ્પિટિશન માં ભાગ લેનાર દરેક બેહનો ને મેડલ અને સર્ટીફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિયેશન ના ગુજરાત રાજ્ય ના ડિરેકટર નશરૂદ્દીન રાઠોડ હાજર રહ્યા હતા.
તેમજ નગરપાલીકા ના વિરોધ પક્ષના નેતા સલીમશા દિવાન નગરપાલીકા બાગ-બગીચા વિભાગના ચેરમેન રાધીકાબેન પટેલ કોર્પોરેટરો નઝમાબેન પઠાણ,વહીદાબેન શેખ તેમજ ગામડી ના ડેપ્યુટી સરપંચ ઈસ્માઈલભાઈ વ્હોરા ફેમસ મહેદી આર્ટીસ્ટ ઈકરા,શાહીન વ્હોરા, સાજેદા શેખ,શાહીન શેખ વિગેરે આગેવાનો હાજર રહ્યા હતા.
જજ તરીકે ની ભુમીકા અનીષા ખોખર અને વૈશાલી રાઠોડે નીભાવી હતી.આ પ્રોગ્રામ ને સફળ બનાવા માટે ધી હ્યુમન કેર ફાઉન્ડેશનના સમીરભાઈ રાઠોડ, મુન્નાભાઈ શેખ,રફીકભાઇ વ્હોરા, અસ્ફાકભાઈ મલેક, અલ્તાફભાઈ મલેક અને તેમની ટીમે ભારે જેહમત ઉઠાવી હતી. આ પ્રોગ્રામ નું એન્કરિંગ સાહીનબેન ચૌહાણ કરી પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો.
ભાવેશ મુલાણી, ભરૂચ.