શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે.અંબાજી ખાતે માતાજીના ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે આજે અંબાજી મંદિરમાં બપોરે અન્નકૂટ માતાજીને ધરાવવામાં આવ્યો હતો અને બપોરે 12:00 વાગે અન્નકૂટ આરતી કરવામાં આવી હતી.
માતાજીને 56 ભોગ અને અલગ અલગ જાતની મીઠાઈ અને ફરસાણ ધરાવવામાં આવ્યું હતું.
અંબાજી મંદિરમાં ઘણા માઈ ભક્તો દ્વારા અન્નકૂટ ધરાવવામાં આવતો હોય છે ત્યારે આજે અંબાજી મંદિર ખાતે બહારના માઈભક્ત દ્વારા અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને ભટ્ટજી મહારાજ દ્વારા અન્નકૂટ આરતી પણ કરવામાં આવી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી