Latest

અમદાવાદ ખાતે આયોજિત ધી રાઈટ સર્કલ કાર્યક્રમમાં સૈન્ય વાર્તાઓના લેખક રચના બિષ્ટ રાવતની સ્ટોરીઓ પર ચર્ચા કરાઇ

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

Image Caption: પ્રભા ખેતાન ફાઉન્ડેશન, કર્મા ફાઉન્ડેશન અને હાઉસ ઓફ એમજી દ્વારા આયોજિત રાઈટ સર્કલ અમદાવાદ ખાતે શનીલ પારેખ, લેખિકા રચના બિષ્ટ રાવત, આકૃતિ પેરીવાલ અને પ્રિયાંશી પટેલ

અમદાવાદ (ગુજરાત) [ભારત], 31 મે:  કર્મ ફાઉન્ડેશન અને હાઉસ ઓફ એમજીના સહયોગથી પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે ધ રાઈટ સર્કલ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૈન્ય વાર્તાઓના જાણીતા લેખિકા રચના બિષ્ટ રાવત ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન અમદાવાદની અહેસાસ સંસ્થાના પ્રિયાંશી પટેલ અને શનીલ પારેખનો પણ સહયોગ રહ્યો હતો.

સાંજના સત્રમાં ખેતાન ફાઉન્ડેશન અને એહસાસ વુમન ઓફ જયપુરના આકૃતિ પેરીવાલે સંચાલન કર્યું હતું. જેમાં લેખિકા રચના બિષ્ટ રાવત કે જેમને ભારતીય લશ્કરના સૈનિકોની બહાદુરી પર અનેક વાર્તાઓ લખી છે અને હાલમાં જ તેમનું બિપીન : ધ મેન બિહાઈન્ડ ધ યુનિફોર્મ પુસ્તક પ્રકાશિત થયું છે. આકૃતિ પેરિવાલે રચના બિષ્ટ રાવત સાથે આ પુસ્તક વિશે ચર્ચા કરી હતી. રચના બિષ્ટ રાવતે ચર્ચા દરમિયાન બિપીન રાવતના પ્રેરણાદાયી જીવન અને કારકિર્દી વિશે અને પોતે લેખક તરીકે કરેલા અનુભવને સૌની સમક્ષ મૂક્યા હતાં, જે સાંભળીને સૌ સ્ત્રોતા મંત્રમુગ્ધ થઇ ગયા હતા.

કાર્યકરની શરૂઆત પહેલાં ટી સેશન યોજાયું હતું. આ સેશન દરમિયાન અતિથિઓ વચ્ચે સામાજિક વિષય પર અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી. શાનીલ પારેખે ઉપસ્થિત સૌ મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમના ઉદઘાટન બાદ 45 મિનિટના મુખ્ય સત્ર પછી 15 મિનિટ સુધી પ્રશ્નોત્તરી યોજાઈ હતી. જેમાં સ્ત્રોતાઓ એ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને વકતા સાથે વાર્તાલાપ કર્યો હતો.

અહેસાસ વુમન અમદાવાદની પ્રિયાંશી પટેલે વક્તાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. રચના બિષ્ટ રાવતે પણ સૌને ઓટોગ્રાફ આપવા સાથે જ મહેમાનોને પોતાના પુસ્તકો ભેટ સ્વરૂપે આપ્યા હતા. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત ભૂતપૂર્વ વિંગ કમાન્ડર અરુણ કૌલે સાહિત્ય જગતમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ રચના બિષ્ટ રાવતનું સન્માન કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *