કપિલ પટેલ દ્વારા અમદાવાદ
આજે મુખૌટે આર્ટ ગૅલેરીમાં નિહારીકા ફોટો સોસાયટીના 17 મેમ્બરનું સ્વા. મંદિરના મહોત્સવ પ્રસંગે કરેલ ફોટોગ્રાફી આઉંટીંગમાં લીધેલી તસવીરોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. નિહારીકા મંદિરના સંતો તરફથી આમંત્રણ આપી આ ફોટોગ્રાફી કરવા માટે બોલાવેલા. સવારે 6થી રાતના 9 વાગ્યા સુધી બધાં જ સભ્યોએ પોતાની રીતે અલગ અલગ ઍંગલથી ફોટોગ્રાફી કરેલી તેમાંથી પસંદ કરેલ તસવીરનો સ્લાઇડ શો યોજવામાં આવ્યો હતો.
આજે તા. 13-07-2023ને ગુરુવારે બીજું એક પ્રદર્શન શ્રી મુકેશ. જે. ઠક્કરની તસવીરો યોજાયું છે. એમના પ્રદર્શનમાં ફોટોગ્રાફીને એક જ વિષયમાં પ્રયોજવામાં આવી છે. અને તેનો વિષય છે. લાઇટ, કોમ્પોઝીશન, ટેક્સચર અને કલર-એક પરદેશથી બિલ્ડિંગ જેમાં કલર ઇંટોની મદદથી જુદા જુદા આકારો બનાવવામાં આવ્યા છે. ઝરૂખા, દરવાજા, બારીઓ, આ બધામાંથી અલગ અલગ ઍંગલ શોધી તેમણે તેને આર્ટ ફૉર્મમાં રજૂ કર્યા છે. હંમેશાં યોજાતા વિષયની જગ્યાએ નવી જ છાપ આ પ્રદર્શનમાં રજૂ થયેલ છે.
આજે ત્રીજી પ્રદર્શન શ્રી. નીરવ પટેલની બ્લૅક-વાઇટ તસવીરોનું યોજાયું છે. જેમાં પોટ્રેટ, હેરીટેજ, સ્ટ્રીટ તથા લૅન્ડસ્કેપ જેવા વિવિધ વિષયો જરૂર છે. પરંતુ તેને ખાસ બ્લૅક-વાઇટના જુદા જુદા ગ્રે ટોનમાં ઇફેક્ટિવ રીતે એમણે રજૂ કર્યા છે. બ્લૅક-વાઇટ તસવીરોમાં લાઇટ-શેઇડના મહત્ત્વને ખૂબ જ અસરકારક રીતે તેમણે રજૂ કર્યા છે જે તેમની ફોટોગ્રાફીની કલાત્મક બાજુની તેમની પકડ કેવી છે તે બતાવે છે.