મંત્રી પ્રદીપસિંહ પરમારના હસ્તે વિશ્વાસથી વિકાસયાત્રા-૨ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય વેરા કચેરીનું ઈ-ખાતમૂહુર્ત કરવામાં આવ્યું.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
રાજ્યવેરા કચેરી મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતી મુજબ મોડાસા, ધનસુરા, બાયડ, માલપુર અને મેઘરજ કુલ પાંચ તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે.
વેપારીશ્રીઓને માળખાકીય સુવિધા મળી રહે તે માટે જિલ્લા કક્ષાની કચેરી મોડાસા ખાતે ફાળવવામાં આવેલ છે.મોડાસા કચેરી દ્વારા વેપારીશ્રી તથા વ્યાપારને લગતા મુઝંવતા પ્રશ્નોનુ નિરાકરણ લાવવા માટે તેમજ ટેકનોલોજી અનુસાર આધુનિક સ્ટ્રકચર પૂરુ પાડી સુલભ સેવાકીય લાભ મળી રહે તેવી વ્યવસ્થા કરેલ છે.વેપારીશ્રીને GST કાયદા અંગે માર્ગદર્શન સત્વરે મેળવી શકાશે.
ખાસ કરીને જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતી પ્રમાણે આવકના મૂળ સ્ત્રોતોમાં રહેલ, કોમોડીટી જેવી કે , ગ્રીટ,કપચી,મેટલ,પેટ્રોલ,એન્જીનીયરીંગ મશીનરી, જેવા ધંધા સાથે સંકળાયેલ વેપારીશ્રીને ધંધા માટે પ્રોત્સાહન મળે અને સરકારી આવકમાં વધારો થાય તે માટે કચેરી તત્પર છે.
સમયે સમયે વેપારીશ્રીઓને લાભ માટે જી.એસ.ટી ફેસીલીટેશન સેન્ટર ઉભા કરી કચેરી વેપારીશ્રીઓને મદદરૂપ થાય છે.
સદર કચેરીમાં વેપારીશ્રીઓને ધંધાના વિકાસમાં બહોળો લાભ મળવાપાત્ર થાય છે.વેપારીશ્રી માટે સમયનો દુર્વ્યય થતો અટકી જશે. નવા રજીસ્ટ્રેશન ને લગતી બાબતોમાં થતી સમસ્યાનું નિવારણ સત્વરે મેળવી શકશે.
સરકારશ્રીની પહેલ મુજબ “ વિકાસના મોડલ સ્વરૂપે” વેપારીશ્રીઓના ધંધાના વિકાસ માટે અધ્યતન ટેકનોલોજી અનુસાર માળખાગત સુવિધાઓથી કચેરી સજ્જ થયેલ છે. ટેકનોલોજીના કારણે કચેરી સમયનો દુર્વ્યય થતો અટકશે સરકારશ્રીની ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની નિતી અનુસાર વેપાર ધંધા આધારિત પોતના ધંધાની ક્ષિતિજો સરળતાથી વિસ્તારી શકશે.
જિલ્લામાં કુલ ૨૫૦૦ થી પણ વધારે વેપારીશ્રી છે.જે જિલ્લાની વિકાસમાં મહત્વનો ફાળો છે.જેમની આધારભૂત જરૂરિયાતો સંતોશાય તે માટે “અહર્નિશ સેવામહે” ના સૂત્ર પર કચેરી તત્પર છે.