Latest

અરવલ્લી જિલ્લામાં સરકારનો સહકાર-જનતાનો સાથ- સખી મેળા અને વંદે ગુજરાતને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ

 

ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત થયેલી રૂા. 4.25 લાખની ચીજવસ્તુઓની સાત દિવસમાં
ખરીદી કરીને વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરતાં મોડાસા શહેર સહિત જિલ્લાના નાગરિકો


મોડાસાના ઉમિયા માતજીના મંદિર ખાતે આયોજીત ‘સખી મેળો’ તથા વંદે ગુજરાત ‘વંદે ગુજરાત પ્રદર્શન’ને
મળી રહેલ અભૂતપૂર્વ આવકાર-જનસમર્થન

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મિના, જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા તિવેતિયા , DRDO ના ડિરેક્ટર બી.ડી. દાવેરાના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લામાંથી માટી બનાવટ, મોરપીંછની બનાવટ, પગરખાં, વાંસની વસ્તુઓ,જવેલરી, હેન્ડીક્રાફટ, અથાણાં, નમકીન, ઓર્ગેનિક વસ્તુઓ જેવી અનેકવિધ કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ માટે મોડાસામાં આયોજિત “સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન”ને મોડાસા શહેર સહિત જિલ્લાના નાગરિકો તરફથી અપાર સ્નેહ અને અભૂતતૂર્વ જનસમર્થન મળ્યું.

અરવલ્લીના મોડાસા ખાતે આયોજિત 7 દિવસીય મેળામાં મહિલાઓએ રજુ કરેલી કલાત્મક ચીજવસ્તુઓ અને જાતે બનાવેલ અન્ય ખાધ પદાર્થોને જનતાનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. સખી મંડળની મહિલાઓને સારો એવો વ્યવસાય મળી રહેતાં મહિલાઓના જોમ જુસ્સામાં વધારો થયો છે. મોડાસા ખાતે તા. 15મીના સાંજથી શરૂ થયેલા મેળામાં તા.21 મીના સાંજ સુધીમાં એટલે કે સાત દિવસમાં જ મોડાસા શહેર સહિત જિલ્લાના 42 હજાર થી પણ વધુ નાગરિકોએ મુલાકાત લીધી અને કુલ રૂ. 4,25,000/- ની ચીજવસ્તુઓનું વેચાણ થવા પામ્યું છે. તેમાંય ખાસ કરીને શનિવાર અને રવિવારની રજાઓના કારણે મેળાના આ બે દિવસ સૌથી વધારે નાગરિકોએ મુલાકાત લઇને પોતાની મનપસંદ ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. આમ સખી મેળામાં ઉત્તરોત્તર વેચાણમાં વધારો થવા પામ્યો છે.

સખી મેળાની આ સફળતા જોતા જનતાની સાથે સ્ટોલ ધારકોએ ગુજરાત સરકારની લાઇવલીહુડ પ્રમોશન કંપનીનો આભાર વ્યક્ત કરતા વારંવાર આવા મેળા યોજાતા રહે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યાં હોવાનું પણ જણાઇ આવ્યું હતું.

મેળા દરમિયાન યોજવામાં આવેલ વંદે ગુજરાત પ્રદર્શનને પણ ભારે આવકાર મળી રહ્યો છે. આ મેળા દરમિયાન રાજય સરકારના ૨૦ વર્ષનો વિશ્વાસ – ૨૦ વર્ષનો વિકાસ પુસ્તિકાએ પણ સારૂં એવું આકર્ષણ જમાવ્યું હતું. આ પુસ્તિકા રાજય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે હાંસલ કરવામાં આવેલ સિધ્ધિઓમાં બે દાયકા પહેલાનું ગુજરાત અને આજનું ગુજરાત વર્ણવતી તસ્વીરી ઝલક સહિતની આંકડાકીય વિગતો આપવામાં આવી છે. આ પુસ્તિકા સખી મેળાની મુલાકાતે આવતાં મુલાકાતીઓને મળતાં મુલાકાતીઓ સ્થળ ઉપર જ નિરીક્ષણ કરી તેને વાંચી રહ્યા હોવાનું પણ જણાઇ આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી.

ધારાસભ્ય મહેશ કસવાળાની પાણી બચાવાવની અનોખી મુહિમ કૃષ્ણગઢ તળાવ માટે 146 લાખ,…

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

1 of 569

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *