Latest

ચાણસ્મા ખાતે અસ્મિતા શતાબ્દી મહોત્સવ 2019 ના સ્મૃતિ ગ્રંથ વીમોચન સમારંભ યોજાયો.

એબીએનએસ: ચાણસ્મા શહેર ખાતે પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત સંસ્થા ટ્રસ્ટ , ચાણસ્મા નવા રામજી મંદિર ચાણસ્માની અસ્મિતા શતાબ્દી મહોત્સવ 2019 ના સ્મૃતિ ગ્રંથ વીમોચન સમારંભ યોજાયો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મંત્રી કનુભાઈ દેસાઈ અને ઋષિકેશભાઇ પટેલ હાજર રહ્યા હતા આ પ્રસંગે આશીર્વચન માટે મહંત શ્રી મારુતિ ચરણદાસજી મહારાજ અને બીજા અતિથિ વિશેષ મહારાજશ્રીઓ હાજર રહ્યા હતા

આ સાથે સાથે ચાણસ્મા ગામના વતની વાપી અંકલેશ્વર સુરતમાં સ્થાયી થયેલા અને વ્યવસાય ધરાવતા લોકોએ પણ આ ગ્રંથ વિમોચન પ્રસંગમાં હાજરી આપી હતી

ગ્રંથ વિમોચન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપતા કેબિનેટ મંત્રીઓ ઋષિકેશભાઈ પટેલ અને કનુભાઈ દેસાઈએ લાલજીલાસ લક્ષ્મીદાસ પટેલ પરિવાર ટ્રસ્ટનો આભાર માન્યો હતો

આ ગ્રંથના સૌજન્ય તથા સમારંભના ભોજનના દાતા શ્રી સ્વર્ગસ્થ કાંતાબેન નારણભાઈ પટેલ પરિવાર હસ્તે એવા કમલેશભાઈ નારણભાઈ પટેલ અને રાજેન્દ્રભાઈ નારણભાઈ પટેલ નિકુર પરિવાર વાપી રહ્યા હતા

આ ગ્રંથ વિમોચન પ્રસંગે ગામના લોકોએ મોટી સંખ્યામાં ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે ટ્રાફીક એજ્યુકેશન કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ…

1 of 575

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *