રંગોળીથી સજાવી ઘર, કર્યો છે દિપ પ્રહર, ઘરનું ઘર મળતા મુશ્કેલીઓનો આવ્યો અંત : બારડ પરિવાર
પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજનાનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. જેની સાબિતી છે ભાવનગરના તરસમિયામાં રહેતા આશાબેન બારડ. મિસ્ત્રી કામ કરીને ગુજરાન ચલાવતા એમના પરિવારને પી.એમ. આવાસ યોજના હેઠળ મકાન બનતા કાયમી આશરો મળ્યો છે.
શ્રીમતિ આશાબેન જણાવે છે કે તેઓનું પરિવાર પહેલા ભાડાના મકાનમાં રહેતું હતું અથાગ પ્રયત્નો કર્યા છતાં ઘરનું ઘર ના હોવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તેમના પતિ શ્રી મહીશભાઈની ઓછી આવક,
નબળી આર્થિક સ્થિતિના કારણે મકાન બની શક્યું ન હતું. તેમના પરિવારના સભ્યોમાં તેમની ૨ દીકરીઓ અને એક દીકરો છે વર્ષોથી ભાડાના ઘરમાં રહેતા હતા, જેથી અવારનવાર મકાન માલિક ઘર ખાલી કરાવે જેથી મુશ્કેલી થતી હતી.
શ્રીમતિ આશાબેન જણાવે છે કે આવાસ યોજનાના મકાનની પાસે જ શાળા, શાક માર્કેટ જેવી સુવિધાઓ મળતી હોઈ આ ઉપરાંત આવાસના ઘર અત્યંત સુવિધાયુક્ત હોઈ એઓની મુશ્કેલીઓ દૂર થઈ છે અને ખુશીઓની ચાવી તેમણે મળી છે.