Latest

આણંદ ખાતે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો શુભારંભ કાર્યક્રમ યોજાયો

આણંદ, શુક્રવાર :: જી.સી. ઈ. આર. ટી. ગાંધીનગર પ્રેરિત અને આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, આણંદ શાસનાધિકારીશ્રીની કચેરી તથા આણંદ જિલ્લા પંચાયતના સયુંકત ઉપક્રમે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ ખાતે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩-૨૪ નો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો.

વલાસણ ખાતે બે દિવસ દરમિયાન યોજાનાર આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ ૯૯ શાળાની ૧૧૭ કૃતિઓ રજૂ કરવામાં આવી છે. જેમાં કુલ ૨૩૪ વિદ્યાર્થીઓ તેમજ ૧૧૭ શિક્ષકશ્રીઓએ જુદા જુદા ૫ વિભાગોમાં તેમની કૃતિઓ રજુ કરી છે.

આ પ્રદર્શન જિલ્લાની તમામ શાળાઓ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો માટે ખુલ્લું રહેશે. આ પ્રદર્શનમાં આજે તા. ૦૯/૧૨/૨૦૨૩ના રોજ રાષ્ટ્રીય મિલેટ વર્ષ અનુસંધાને પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું સંકલન અને આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણના પ્રાચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિજ્ઞાન સલાહકારશ્રી ઉત્પલાબેન મહેતા, બોરસદ તાલુકાના બી.આર.સી અને સી.આર.સી.સી. અને આણંદ તાલુકાના સી.આર.સી.સી. તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના બી.એડ.ના તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવેલ છે

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી સુનિલભાઈ સોલંકી, આર.પી.અનડા બી.એડ. કોલેજના આચાર્યશ્રી જીતેશભાઈ તલાટી,  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણના પ્રાચાર્યશ્રી બી.પી. ગઢવી,

પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી વિક્રમસિંહ ગરાસિયા, રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ મહીડા તેમજ ટી.પી.ઈ.ઓ.શ્રી, બી.આર.સી.સી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના તમામ સભ્યગણ,  વિશેષ અતિથિશ્રીઓ અને ભાગ લેનાર શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.

રિપોટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *