વન્ય પ્રાણીઓ અવાજથી ડરે છે,જંગલમાંથી પસાર થઈ રહ્યા હોય તો રીંછ કે દીપડો હુમલો કરે તેવી શક્યતાઓ રહેલી છે આવી સ્થિતિ નિવારવા માટે મોટે મોટેથી વાતો કરવી અથવા તો રેડિયો વગાડવો જોઈએ કારણ કે અવાજથી વન્ય પ્રાણીઓ ગભરાતા હોય છે
આવી સમજ અંબાજીમાં બુધવારે યોજાયેલા કાર્યક્રમમાં સમજ અપાઈ હતી .અંબાજીમાં વન વિભાગ દ્વારા બુધવારે યોજાયેલ કાર્યક્રમમાં એફડીએઈડીસી જે એફએમસી મંડળીના સભ્યો તેમજ આજુબાજુના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
જેમને નિવૃત્ત મુખ્ય વન સંરક્ષક શ્રી ઉદય વોરા ટીએલ પટેલ નિવૃત નાયબ વન સંરક્ષક શ્રી ગાંધીનગર તેમજ શ્રી જી જે મોદી મદદનીશ વન સંરક્ષક શ્રી અંબાજી સબ ડિવિઝન શ્રી જે એન રાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંબાજી ઉત્તર એ વન્ય પ્રાણીઓના સંઘર્ષ ની સમસ્યા નિવારણ સારું વાઇલ્ડ લાઇફ એનિમલ બિહેવિયર અને સંઘર્ષ અટકાવવા ના ઉપાયો પ્રમોટિવ એક્ટિવિટી ઇકો ટુરીઝમ અને વન વિભાગની યોજના વન્ય હિંસક પ્રાણીઓના હુમલા થી થતા નુકસાન અંગે વળતર અને જોગવાઈની પ્રક્રિયાની માહિતી આપી હતી
દીપડા વન્ય પ્રાણીઓના હુમલાથી બચવા શું શું કરવું જોઇએ.રાત ઢળી ગયા પછી ઘરના દરવાજા ખુલ્લા ન રાખો, ખેતરમાં હંમેશા જૂથમાં જાઓ, ટોર્ચ લાકડી લઈને નીકળો, સૌચક્રિયા માટે ઘરમાં જાજરૂ બાથરૂમ ની વ્યવસ્થા રાખવી, માંસાહાર બાદ વધેલો ખોરાક ઘરની બહાર ન નાખવો,તેનાથી માંસભક્ષી પ્રાણીઓ આવી શકે છે .
જંગલની આસપાસ એકલા જવાને બદલે સમૂહમાં જવાનું રાખો.ખેતરમાં ખુલ્લામાં ન સુવું. માંચડા ઉપર સુતી વખતે વન્ય પ્રાણી તેની ઉપર ન ચડી શકે તે માટે,સીડી કે ટેકો હટાવી લો. ઘરની આસપાસ જાળી-જોખરો દૂર કરી વિસ્તાર ચોખ્ખો રાખવો. પશુધન રેઢા ન છોડો. દેખરેખ હેઠળ ચરાવવા લઈ જાઓ. બાળકોને રમવા માટે એકલા ન રાખો, આપની દેખરેખ હેઠળ રમાડો.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી