Latest

બાવન ગામ લેઉઆ પટેલ સમાજનો ૧૦ મો સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ આખરી ઓપ અપાઈ રહ્યો છે

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

માલપુર બાવન ગામ લેઉઆ પટેલ સમાજનો તા.૨૬ અને ૨૭ મી નવેમ્બર ના રોજ શ્રી પી.જી. મહેતા હાઇસ્કૂલ માલપુર ખાતે યોજાઇ રહ્યો છે. સમગ્ર સામાજીક પ્રસગનું આયોજન માલપુર લેઉઆ પટેલ સમાજ વિકાસ મંડળ માલપુર અને માલપુર લેઉઆ પટેલ પ્રગતિ મંડળ અમદાવાદ આયોજીત પ્રસંગને સામાજીક સેવાના ભાવથી બને મંડળનો હોદેદારો, કારોબારી સભ્યો , સમાજનું યુવાધન, અને સૌ સમાજના સેવકો ખડે પગે રહી સમગ્ર પ્રસંગનું માઇક્રોપ્લાનિગથી આખરી ઓપ અપાઈ રહ્યો છે.

સમૂહ લગ્નમાં ૨૬ યુગલો જીવનપથની કેડીએ પ્રભુતાના પગલાં પાડનાર છે. સમગ્ર પ્રસંગનું આયોજન દાતાશ્રીઓ શ્રી મગનભાઇ પટેલ , શ્રી જશુભાઇ પટેલ પુરા તન-મન-ધન થી પ્રસગમાં સતત સહભાગી બની રહ્યા છે. આ પ્રસંગમાં દરેકને મન મૂકીને માણવા માટે પુરેપુરી સવલતો-સગવડો ની સાથે વિશિષ્ટ વર ને વરઘોડાનો શોખ પુરો કરવા ૭ ઘોડા, કન્યાઓ માટે બગી, બળદગાડું , મહેદી સેલ્ફી પોઈન્ટ જેવી વિશિષ્ટ સવલતો ઊભી કરેલ છે.

પ્રસંગમાં સમાજના વ્યક્તિઓ પુરા મનથી પ્રસંગ માણી શકે તે માટે તે જ સ્થળ ઉપર પુરી સગવડ મળે તે માટે ઈમરજન્સી મેડીકલ પોઈન્ટ, ફાયર સેફટી, મોબાઇલ ટોઇલેટ , પીવા માટે શુધ્ધ મિનરલ વોટર સહિની તમામ સુવિધાઓ પુરી પાડવા માટે અંદાજે સમાજના ૫૦૦ સ્વયં સેવકો સામાજીક પ્રસંગને પ્રેરણાદાયી પ્રસંગ બનાવવા હવે માત્ર કલાકોની ગણત્રી સાથે થનગની રહ્યા છે.

૧. રજનીકાંત .એન. પટેલ – ૯૪૨૭૦૬૭૯૨૬
૨. યશવંતભાઈ.ડી. પટેલ – ૯૪૨૬૩૩૮૪૭૩
૩. જશુભાઇ.એસ. પટેલ – ૯૮૭૯૩૫૩૪૦૨
૪. અતુલભાઈ. એમ. પટેલ – ૯૪૨૬૫૯૩૨૯૫
૫. વિનોદભાઇ. આર. પટેલ – ૯૮૨૫૩૧૧૧૯૭
૬. દિવ્યાંગભાઈ. એમ. પટેલ – ૯૮૨૫૧૪૫૯૧૪

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *