કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ એક પર્યટક સ્થળ માનવામાં આવે છે જ્યાં ગુજરાત તેમજ અનેક રાજ્ય માંથી ટુરિસ્ટ ફરવા માટે આવતા હોઈ છે હાલ દિવાળીની રજા ચાલતી હોઈ તેમાં અમદાવાદ થી જ્યોતિબેન ઉભડીયાનું એક પરિવાર દિવ ફરવા માટે આવેલ
જે પોતે દિવ માં આવેલ નાગવા બિચ ખાતે ફરવા ગયેલ તેમજ બીચ ઉપર આવેલ દરિયા માં નાહવા ગયેલ ત્યાર બાદ નાય અને ચેન્જીંગ રૂમ માં પોતાની કપડા ચેન્જ કરવા ગયેલ ત્યાં પાર્કિંગ એરિયા માં પોતાની બેગ ભૂલી ગયેલ જેમાં બે સોનાની ચેન, બે સોનાની વીંટી, એક કાનની બુટી કિંમત રૂપિયા બે લાખ તેમજ રોકડ રકમ વિસ હજાર હતા
દિવ જિલ્લા પોલીસ અધિક્ષક પિયુસ ફૂલઝેલે ના માર્ગદર્શન હેઠળ વણાંકબારા કોસ્ટલ પોલીસ તેમજ નાગવા આવુટપોસ્ટ પોલીસના ઇન્ચાર્જ પીએસઆઇ ભાયદાસ સાહેબના નેતૃત્વ માં બીટ જમાદાર વિજયભાઈ તેમજ તેમનો સ્ટાફ પેટ્રોલિંગ કરતા સમય તે બેગ તેમને નજરે ચડેલ જે બેગ ને કરાઈ કરતા જ્યોતિબેન જેમજ તેમના પરિવાર ને પરત કરી એક દિવ પોલીસ દ્વારા માનવતાભર્યું કર્યું આ કામગીરી ને જ્યોતિબેન તેમજ તેમના પરિવાર દ્વારા દિવ પોલીસ નો હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો તેમજ સાથે સાથે એક પણ જણાવ્યું કે ખરેખર પોલીસ પ્રજાનો મિત્ર છે તે પણ આજ હમને સાબિત થઇ ગ્યું.
રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ