રા નવઘણના પ્રાણ બચાવનાર જેણે પોતાના એક ના એક દીકરાની કુરબાની આપી જૂનાગઢ નો વંશને બચાવનાર એવા વીર આહીર દેવાયતબાપા બોદરની પ્રતિમાનું ઉના તાલુકામાં આવેલ ભાડાસી ગામના આહીર આહીર સમાજ દ્વારા સૌપ્રથમ અનાવરણ કરવામાં આવ્યું તેમજ સાથે સાથે 23 અને 24 ડિસેમ્બર માં દ્વારકા ખાતે થવા જય રહેલા અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન ગીર સોમનાથના પ્રતિનિધિ કરી રહેલા બહેનો દેવીબેન વાળા, નંદુબેન ભમ્મર, રાજેશ્રીબેન તેમજ જાહલબેન આહીર દ્વારા સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું તેમજ ધર્મસભા રાખવામાં આવી હતી આ કાર્યક્રમ માં ભાડાસી ગામના સમસ્ત આહીર સમાજના યુવાનો, વડીલો, માતા બહેનો દ્વારા ભારે જહેમતો ઉપાડી દેવાયત બોદર પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું
જેમાં સૌપ્રથમ શોભાયાત્રા, આહીર સમાજની બહેનો દ્વારા આહીર ટ્રેડિશનલ પહેવેસ માં સામુહિક રાસ લીધેલ તેમજ દીપ પ્રાગટ્ય કરી ત્યાર બાદ મહેમાનનું નું પુષ્પગુછ દ્વારા સન્માન કરવામાં આવ્યું જેવા નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યાર બાદ દેવાયતબાપા બોદર પ્રતિમાની પૂજા કરી ત્યાર બાદ અત્યાર સુધી ઇતિહાસમાં પ્રથમ વખત અખિલ ભારતીય આહીર સંગઠન ના આહીર સમાજ ની બહેનો દેવીબેન વાળા, નંદુબેન ભમ્મર, રાજેશ્રીબેન તેમજ જાહલબેન દ્વારા અનાવરણ કરી પ્રતિમાને ખુલ્લી મુકવામાં આવી હતી.
રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ