Latest

ભાવનગર શહેર પશ્ચિમ વિધાનસભા કાર્યાલય ખાતે લોકપ્રશ્નો સાંભળતાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી એ આજે બપોર બાદ ભાવનગર શહેર પશ્ચિમ વિધાનસભાના તેમના કાર્યાલય ખાતે લોક પ્રશ્નો સાંભળ્યા હતાં.

શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અવારનવાર તેમના કાર્યાલય ખાતે ભાવનગરના સ્થાનિક લોકોના ગટર, પાણી, વીજળી, આરોગ્ય વગેરે અંગેના પ્રશ્નો સાંભળીને તેનું યથાયોગ્ય નિરાકરણ લાવતાં રહ્યાં છે.

શિક્ષણ મંત્રીએ લોકોના પ્રશ્નો સાંભળીને સંબંધિત લોકોને તેમની લેખિત અરજ/ફરિયાદ મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી.

તેમણે ફરિયાદ લઈને આવેલાં લોકોને હૈયાધારણ આપી હતી કે, લોક પ્રતિનિધિ તરીકે લોકોને પીડતા પ્રશ્નોનું નિરાકરણ લાવવું તે મારી જવાબદારી છે અને તેપના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે તે માટે કટિબદ્ધતાથી કાર્ય કરવાની નેમ વ્યક્ત કરી હતી.

અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી.

ધારાસભ્ય મહેશ કસવાળાની પાણી બચાવાવની અનોખી મુહિમ કૃષ્ણગઢ તળાવ માટે 146 લાખ,…

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *