Latest

ભાવનગરના શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં વિકાસની પ્રતિબધ્ધતા સાથે એક્સલ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ કર્મચારીઓની બેઠક મળી

ભાવનગરના શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં અનન્ય યોગદાન આપનાર શ્રી કાંતિસેન શ્રોફના શતાબ્દી વર્ષ પ્રસંગે એક્સલ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ કર્મચારીઓ શિશુવિહાર સંસ્થામાં એકત્રિત થયાં હતાં.

ઉદ્યોગના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટરશ્રી દિપેશભાઈ શ્રોફની અધ્યક્ષતામાં મળેલ એક્સલ ઇન્ડસ્રીહતઝના પૂર્વ કર્મચારીઓ, પૂર્વ સાંસદશ્રી રાજેન્દ્રસિંહ રાણા તેમજ એન્જિનિયરો અને વિષય નિષ્ણાંતોએ ભાવનગરના વિકાસ માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી.

શ્રી કાંતિભાઈ શ્રોફ દ્વારા પ્રોત્સાહિત “પ્રાથમિક સારવાર અને આપત્તિ નિવારણ” ની ઉમદા પ્રવૃત્તિ ભાવનગરની ૧૦૦ શાળાઓના નાના બાળકો સુધી પહોંચાડવાની જવાબદારી લેનાર શીશુવિહાર સંસ્થા માટે પણ આ પ્રસંગ સૌનો આદર વ્યક્ત કરવાનો બની રહ્યો હતો.

એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના કન્સલ્ટન્ટશ્રી રોબર્ટ ફર્નાન્ડિસના સંકલનથી આ બેઠક સૌના સાથથી સૌના વિકાસથી કરવાની પ્રતિબધ્ધતા સાથે સંપન્ન થઇ હતી.
——–
અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *