Latest

ભાવનગર જીલ્લાના સિહોર તાલુકામાં વાવડી(વાછાણી) ગામે એસ.બી.આઈ તાલીમ સંસ્થા દ્વારા હાથ બનાવટની અગરબત્તી બનાવવાની તાલીમ આપવામાં આવી

મહિલાઓ નાનો મોટો વ્યવસાય કરીને આગળ વધે તે માટે એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા, ભાવનગર  તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારની બહેનો માટે વાવડી(વાછાણી) ગામે તા ૨૦ જૂન, ૨૦૨૨ થી ૧૦ દિવસીય હાથ બનાવટની અગરબત્તી બનાવવાની નિ:શૂલ્ક તાલીમના વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે DDMDDM(NABARD) શ્રી દીપકકુમાર ખલાસ, નિયામકશ્રી ગૌતમકુમાર ચૌહાણ, નીલેશભાઈ બરોલીયા ઉપસ્થિત રહ્યાં હતાં.

મહાનુભાવો દ્રારા ગામની મહિલાઓને ગામમાં જ રોજગારીની તકો મળે તે માટે એસ.બી.આઇ. દ્વારા વિવિધ તાલીમ વર્ગોનું આયોજન કરીને મહિલાઓ આત્મનિર્ભર બની આત્મનિર્ભર ભારત અને આત્મનર્ભર ગુજરાત બનાવવામાં તેમનું યોગદાન આપે તે માટેના વિવિધ આયામોની સમજ આપવામાં આવી હતી.

તાલીમાર્થી બહેનો જીવનમાં આગળ વધે તે માટેની શુભકામનાઓ પાઠવી જરૂરી મદદ- સહાયની તૈયારી પણ મહાનુભાવો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી તેમ નિયામક, એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
———
અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 581

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *