Latest

ભાવનગર જિલ્લા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ આ મુકેશ લંગાળીયા નાં રાજીનામું સીવાય બીજી કોઈ વાત

વલભીપુર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા આજે બપોરના ત્રણ વાગ્યાના સુમારે એક અગત્યની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળીયા દ્વારા થોડાક દિવસો પહેલા એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કારડીયા રાજપૂત સમાજ મોટો કે ભાજપ પક્ષ મોટો છે

ત્યારથી લઈને સમાજ માં રોષ ભભુકી ઉઠયો છે ત્યારે સૌ પ્રથમ સિહોર ખાતે સમાજના યુવાનો દ્વારા સૂત્રોચાર કરીને પૂતળું બાળ્યું હતું ત્યારબાદ લંગાળિયા દ્વારા એક વિડીયો બનાવીને માફી માંગવામાં આવી હતી પણ યુવાનો માં રોષએટલો બધો ચરમશીમાએ પહોંચ્યો છે કે જો આપણો સમાજ 90 ટકા ભારતીય જનતા પાર્ટી માં છે અને જો આને પ્રમુખ પદેથી રાજીનામું આપે તો જ માન્ય રહેશે ત્યારે આજે વલભીપુર કારડીયા રાજપૂત સમાજ ભવન ખાતે.


હજારોની સંખ્યામાં એક હાકલે આટલી બધી સંખ્યામાં યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા ત્યારે યુવાનોની માંગ એક જ છે કે પ્રમુખ પદેથી રાજીનામું રાજીનામું અને રાજીનામું આપે ત્યારે

સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને માં ભવાની વંદન કરીને આ મિટિંગ શરૂ કરવામાં આવી હતી

આ મિટિંગમાં ભાવનગર જિલ્લા ક્ષત્રિય કારડીયા રાજપુત વિકાસ મંડળના તમામ ટ્રસ્ટીઓ અને સભ્યો અને પ્રમુખ હાજરી આપી હતી ને યુવાનો હંમેશા માટે સમાજ માટે લડી લેવાના મૂડમાં છે ત્યારે વિકાસ મંડળના ટ્રસ્ટીઓ દ્વારા યુવાનોને બિરદાવવામાં આવ્યા હતા અને કોઈપણ યુવાન અવળા રસ્તા ન જાય તે માટે સમજાવવામાં પણ આવ્યા હતો ત્યારે વિકાસ મંડળના પ્રમુખ નારાયણભાઈ મોરી દ્વારા કહેવામાં આવ્યું હતું યુવાનો જે માંગ સાથે છે તે માંગ માટે થઈને પ્રદેશ પ્રમુખ CR પાટીલ ને આ માંગ સાથે આખું વિકાસ મંડળ અને યુવાનોને સાથે લઈને ગાંધીનગર સુધી જશુ કે જો મુકેશ લંગાળિયા રાજીનામું આપે તો રાજપૂત સમાજ આખા ગુજરાતમાં શાત બેસશે અને આપણને શું જવાબ આપે છે તે પણ સાભળશુ જો વાત નહીં માને તો આવનારા દિવસોમાં અમે પણ યુવાનો જે પણ કહશે તે કરવા પણ તૈયાર છવી પણ ત્રણ ચાર દિવસનો અમને ટાઈમ આપો એટલે આપણી માંગ જે છે તે પાટીલ પાસે જઈને મૂકશુ ત્યારે પાટીલ દ્વારા શો નિર્ણય કરે છે ત્યારબાદ યુવાનો કહેશે ત્યાં અમે પણ સાથ છવી ત્યારે આજે વિશાળ સંખ્યામાં સમાજના વડીલો યુવાનો અહીંયા ઉપસ્થિત થયો તે તમામ નો વિકાસ મંડળના પ્રમુખ તરીકે આભાર વ્યક્ત કરુ છુ

કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ યુવાનો દ્વારા ભાવનગર જિલ્લા પ્રમુખ મુકેશ લંગળીયા નું અમદાવાદ ભાવનગર હાઈવે રોડ એસટી ડેપો ની સામે મુકેશ લંગાળીયા હાય હાય ના સૂત્રોચાર સાથે મુકેશ લંગાળીયા નું પૂતળું બાળવામાં આવ્યું હતું અને હવે ત્રણ ચાર દિવસ સુધી અમે યુવાનો શાંત છવી અને આવનારા સમયમાં ભાવનગર મુકામે પ્રદેશ પ્રમુખ પાટીલનો કાર્યક્રમ છે જો ત્રણ દિવસમાં આને પ્રમુખ પદેથી નહીં હટાવે તો અમે આખા ગુજરાતમાં ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશુ અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ નો બહિષ્કાર કરશું એવું યુવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું

અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *