Latest

ભૂચરમોરી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણીમાં જેન્તીભાઈ સહિત 6 પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરાશે

જામનગર : જામનગર તાલુકાના બેડ ગામનાં ખેડૂત દ્વારા ઓછા ખર્ચે સારું કામ કરતું મોટર સાયકલ સંચાલિત સાંતી મશીન વિકસાવ્યું હતું. જેને કારણે સમય અને ઇંધણનો બચાવ થયો હતો.

ત્યારે ચાલુ વર્ષે પ્રગતિશીલ ખેડૂતનું જીલ્લા કક્ષાએથી સન્માન કરવામાં આવનાર છે. જામનગર તાલુકાના બેડ ગામનાં પ્રગતિશીલ ખેડૂત શ્રી જેન્તીભાઈ ભવાનભાઈ સોનગરા દ્વારા ખેડૂતોને ઓછા ખર્ચે વધુ કામ કરતુ મોટર સાયકલ સંચાલિત સાંતી વિકસાવ્યું હતું.

ખેડૂત શ્રી જેન્તીભાઈ દ્વારા વિકસાવવામાં આવેલ આ સાંતી દ્વારા ખેડકાર્ય તથા વાવણીની કામગીરી પણ સરળતાથી થઇ શકે છે તથા ટ્રેક્ટરની સરખામણીએ ઇંધણમાં પણ બચત થાય છે. આવી નવીન ટેકનોલોજી વિકસાવવા બદલ ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ કૃષિ પુરસ્કાર યોજના અન્વયે ખેડૂત શ્રી જેન્તીભાઈ ભવાનભાઈ સોનગરાનું ૨૬ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ ભૂચર મોરી, ધ્રોલ ખાતેથી પ્રશંશાપત્ર આપી તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવશે.

ઉપરાંત શ્રી રમેશભાઈ સંતોકી, મોટા વાગુદડ, તા. ધ્રોલ; શ્રી વિશાલભાઈ જેસડીયા, આણંદપર, તા. કાલાવડ; શ્રી ગણેશભાઈ ભંડેરી, આણદા, તા. જોડિયા; શ્રી કેશુભાઈ મોઢવાડિયા, ડેરા છિકારી, તા. લાલપુર તથા શ્રી સુરેશકુમાર સુતરીયા, જામવાળી, તા. જામ જોધપુર તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોનું કૃષિ ક્ષેત્રે નવીનતમ કામગીરી અન્વયે સન્માનિત કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *