Latest

ભાવનગરમાં બિપરજોય વાવાઝોડાની અસર સામે સામાજિક સંસ્થા આવી પક્ષીઓની વ્હારે

ત્રણ દિવસમાં ૫૦ થી વધુ પક્ષીઓના જીવ બચાવ્યા

ભાવનગરમાં બિપરજોય વાવાઝોડાની અસર સામે વરસાદ અને ભારે પવન ફૂકાવાને લીધે પક્ષીઓને અસર થઈ હતી ત્યારે ભાવનગરની રાજહંસ નેચર કલબ દ્વારા અંદાજીત 50 થી વધુ પક્ષીઓ અને ખિસકોલી ના બચ્ચાના જીવ બચાવવામાં આવ્યા હતા.

બિપરજોય વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં પોતાની અસર દેખાડી છે ત્યારે ભાવનગર શહેરમાં પણ પવનની ઝડપ જોવા મળી હતી જેમાં પવન સાથે વરસાદ આવતા ૩ દિવસમાં અનેક પક્ષીઓ પ્રભાવીત થયા હતા.

જેમાં કબૂતર, દરજીડો, બુલબુલ, ચકલી, કાબર, ટીટોડી, કાંકણસાર, નવરંગ સહિતના ૫૦ થી વધુ પક્ષીઓના બચાવ કાર્ય કરવામાં આવ્યા હતા સાથે ખીસકોલીના બચ્ચાને પણ બચાવ કરી સુરક્ષિત કરવામાં આવ્યા હતાં

જેમાં સ્વસ્થ થતાં ફરી પક્ષીઓને કુદરતમાં મુક્ત કરવામાં આવ્યા હતાં. સંપુર્ણ બચાવ કાર્ય વન વિભાગ ભાવનગરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. સંપુર્ણ કામગીરી સંસ્થાના સભ્યો દ્વારા નિસ્વાર્થ ભાવે કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આવી કુદરતી આફતને પહોંચી વળવા તેમજ ૩૬૫ દિવસ ઘાયલ પક્ષી સારવાર ટીમમાં જોડાવા ભાવનગર શહેરની જનતાને અનુરોધ છે

આ કાર્યમાં જોડાવા અને મૂંગા પક્ષીઓના સેવાયજ્ઞમાં જોડાવા સભ્ય બનવા માટે ૯૮૨૪૯૧૩૯૧૨, ૯૯૯૮૧૫૧૬૨૬ પર સંપર્ક કરી શકાય છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની થઈ નક્કર કાર્યવાહી

જામનગર, એબીએનએસ: દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા…

ઘોઘંબામાં ગુંદી તાલુકાની માંગ સામે સ્થાનિકોના સખ્ત વિરોધ સાથે વેપારીઓ દ્વારા સ્વયંભૂ બજારો બંધ રખાયા

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): તાજેતરમાં કાલોલ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા…

સુરત ખાતે વાહનચાલકોને પતંગના દોરાથી બચાવવા ૫૦,૦૦૦ ‘નેક સેફ્ટી બેલ્ટ’નું વિનામૂલ્યે વિતરણ કરાયું

સુરતઃએબીએનએસ: ૨૫ વર્ષ પહેલા રોડ અકસ્માતમાં ખાસ મિત્રનું અવસાન થતા ડિસ્ટ્રીક્ટ…

હારીજ શહેરમા જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા નવીન એમ્બ્યુલન્સ વાન તથા અંતિમયાત્રા રથનું લોકાર્પણ કરાયું

એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના હારીજ શહેરના ઉદ્યોગપતિ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે…

1 of 571

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *