Latest

બીઆઈએસ, અમદાવાદ દ્વારા સિમેન્ટ માટેનાં સ્પેસિફિકેશન’ પર માનક મંથનનું કરાયું આયોજન

જીએનએ અમદાવાદ; ભારતીય માનક બ્યુરો (બીઆઈએસ) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે બીઆઈએસ એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમજ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.

બીઆઈએસ અમદાવાદે 4 સપ્ટેમ્બર, 2023ના રોજ નવા ઘડવામાં આવેલા માનક ‘સ્પેસિફિકેશન ફોર પોર્ટલેન્ડ કેલ્સાઈડ ક્લે લાઈમસ્ટોન સિમેન્ટ’ પર માનક મંથનનું આયોજન કર્યુ હતું. ઉત્પાદન ઉદ્યોગ, ઉદ્યોગ સંગઠનો, આઈઆઈટી દિલ્હી સહિત એન્જિનિયરિંગ કોલેજોના પ્રોફેસરો જેવા વિવિધ ક્ષેત્રોના 30થી વધુ સહભાગીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને મૂલ્યવાન પ્રતિસાદ/સૂચનો આપ્યા હતા. માનક મંથન એ નવા ઘડવામાં આવેલા ભારતીય માનકો અથવા વ્યાપક પરિભ્રમણ હેઠળના માનકો પર ચર્ચા માટે દર મહિને બીઆઈએસ દ્વારા આયોજિત એક કાર્યક્રમ છે.

ડો. સુધીર બિશ્નોઈ, પ્રોફેસર, આઈઆઈટી દિલ્હીએ ભારતીય માનક આઈએસ 18189માં નિર્ધારિત વિવિધ આવશ્યકતાઓ પર રજૂઆત કરી હતી. ટકાઉ વિકાસ લક્ષ્ય 12 (જવાબદાર વપરાશ અને ઉત્પાદન)ને ધ્યેયમાં રાખીને હાંસલ કરવા માટે આ માનક બીઆઈએસ દ્વારા ઘડવામાં આવ્યું છે.

આ માનક દ્વારા, અમે 40 ટકા ઓછા કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન, ઉત્પાદન દરમિયાન ઓછી ઊર્જાનો વપરાશ અને ઓછા ઉત્પાદન ખર્ચ સાથે નિયમિત સિમેન્ટના સમાન ગુણધર્મો પ્રાપ્ત કરી શકીએ છીએ. પોર્ટલેન્ડ કેલ્સાઈડ ક્લે લાઈમસ્ટોન સિમેન્ટ એ સિમેન્ટ ઉદ્યોગમાં નવીનતમ વિકાસ છે અને સંશોધન દરમિયાન ભારતનું યોગદાન અન્ય દેશો કરતાં વધુ છે. આ ઉપરાંત ભારતીય ધોરણો આઈએસ 269, 455, 8042 અને 650માં તાજેતરમાં જારી કરાયેલા સુધારાની પણ ચર્ચા કરવામાં આવી છે.

શ્રી સુમિત સેંગર, બીઆઈએસ, અમદાવાદના નિદેશક અને પ્રમુખ તેમની સક્રિય ભાગીદારી અને મૂલ્યવાન સૂચનો માટે તમામ શ્રોતાઓનો આભાર માન્યો હતો. તેમણે માહિતી આપી હતી કે આવા સૂચનો આપણા ભારતીય માનકોને વધુ મજબૂત બનાવે છે, જે અંતિમ વપરાશકર્તા અને હિસ્સેદારો બંનેને મદદરૂપ છે. માનકમાં જરૂરી ફેરફારોને સામેલ કરવા માટે બીઆઈએસની ટેકનિકલ કમિટી સાથે સંપર્ક કરવા માટે અને માનકો પરની ટિપ્પણીઓ, અમને અમારા ઈમેઈલ આઈડીઃ [email protected] પર મોકલી શકાય છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *