Latest

હિંમતનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટિલના વરદ હસ્તે ભગવાન શ્રી પરશુરામની પ્રતિમા અને પાર્કનું નામાભિધાન માટે સમગ્ર શહેર માં બધા જ સમાજો માં અનેરો આનંદ અને ઉલ્સાસ.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

હિંમતનગર ખાતે ભગવાન શ્રી પરશુરામ પ્રતિમાનું ભૂમિ પૂજન અને ભગવાન શ્રી પરશુરામ  પાર્ક અને માર્ગનું નામકરણ માટે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ   સી. આર. પાટીલ દ્વારા તારીખ 4-10-2022 ને મંગળવારના રોજ સવારે 10:00 વાગે પધારી રહ્યા છે. તેના આગમનની તૈયારીમાં સમગ્ર સાબરકાંઠા જિલ્લો અને હિંમતનગર શહેરમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

યુવાનો 500 બાઈકસ્ અને ગાડીઓના કાફલા સાથે રેલી સ્વરૂપે કાર્યક્રમના સ્થળે પ્રદેશ પ્રમુખશ્રીને લઈ જશે.તેમજ ટાવર ચોક તથા સમગ્ર હિંમતનગરને અને ટાઉનહોલને ભગવાન શ્રી પરશુરામના ધ્વજા પતાકા સાથે શણગારવામાં આવ્યા છે ભૂમિ પૂજન ટાવર પાસેના બગીચામાં કરવાનું છે.

તે સ્થળને ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ શણગારવામાં આવ્યું છે ટાવર પાસેના બગીચાને ભગવાન શ્રી પરશુરામ પાર્ક અને સંઘ આગળથી છાપરીયા ચાર રસ્તા જતા રોડને ભગવાન શ્રી પરશુરામ માર્ગ ની નામકરણ વિધિ કર્મકાંડી બ્રહ્મબંધુઓ અને મુડેટી સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચારથી સંપન્ન કરશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *