Latest

જામનગર મહાનગર બીજેપી દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું. આપના વિશાલ ત્યાગી ભાજપમાં જોડાયા

જામનગર, સંજીવ રાજપૂત: સંવત ૨૦૮૦ નવા વર્ષ અન્વયે ભારતીય જનતા પાર્ટી, જામનગર મહાનગર દ્વારા નૂતન વર્ષે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ. આ તબક્કે શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા દ્વારા સૌ કાર્યકર્તાઓ ને આવકારવામાં આવેલ, તેઓએ સ્વાગત પ્રવચનમાં જણાવેલ કે, આ નવું વર્ષ નવી આશા, નવા પરિણામો લાવવાનું વર્ષ નીવડશે. આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાત રાજ્ય ની તમામ ૨૬ લોકસભા સીટ ઉપર વિજય તો ચોક્કસ મેળવશું, પણ તેની સાથે સાથે પ્રત્યેક સીટ ઉપર ૫ લાખ ની લીડ મેળવશું.

માનનીય ધારાસભ્ય રિવાબા જાડેજાએ સૌ કાર્યકર્તાઓ ને શુભકામનાઓ પાઠવતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રેરિત મહિલા અનામત બિલને બિરદાવેલ, તથા જણાવેલ કે મહિલા સશક્તિકરણ એ પક્ષ ના વિચારો માં વણાયેલ છે. આયુષ્માન ભારત દ્દવારા ૧૦ લાખ ની મદદ આપી અગણિત યોજનાઓ અમલ માં મૂકી છે. આગામી લોકસભા ચૂંટણીઓ માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જી ને, દેશ ના સક્ષમ સુકાન ને વધુ મજબૂતી પ્રદાન કરીયે તેવું જણાવેલ. ધારાસભ્ય દિવ્યેશભાઈએ સૌ કાર્યકર્તાઓને શુભકામનાઓ પાઠવી હતી.

ભાજપ જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા દ્વારા સૌ કાર્યકર્તાઓ ને શુભકામના પાઠવતા જણાવેલ કે, દિવાળી એ પર્વની દેવી છે, ભગવાન શ્રી રામ જ્યારે વનવાસ પૂર્ણ કરી અયોઘ્યા પરત ફરે છે ત્યારે પ્રજાએ દિપ પ્રાગટ્ય કરી ઉજવણી કરેલ, અને બીજા દિવસે તેઓ રાજગાદી એ બિરાજમાન થયેલ. દિવાળી એ ભગવાન શ્રી રામ ને દિલ માં ફરી ફરી ને આવકારવાનો તહેવાર છે.

પ્રવર્તમાન સમય માં કાર્યકર્તાઓ એ આગામી સમયમાં, આગામી વર્ષ માં માનનીય નરેન્દ્રભાઇ મોદી ને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા કટિબધ્ધતા દાખવી, પ્રત્યેક સીટ ઉપર ૫ – ૫ લાખ ની લીડ અપાવવી જોઈએ. આ વર્ષે ભગવાન શ્રી રામ ના મંદિર નું નિર્માણ પૂર્ણ કરવામાં આવશે, આથી આ વર્ષ નું મહુરત જ અદ્ભુત થવા જઈ રહ્યું છે.

ભાજપ જામનગર મહાનગર ના પ્રભારી પલ્લવીબેન ઠાકર એ સૌ કાર્યકર્તાઓ ને શુભકામના પાઠવેલ, તથા જણાવેલ કે, આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રામ લલ્લા ના મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૪ પછી નરેન્દ્રભાઇ મોદી એ શુભલામ સુખલામ ની ભાવના ને સાર્થક કરી બતાવેલ છે.

સાંસદ પૂનમ બેન માડમ દ્વારા શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, આજે આપણે સૌ મંગળ પ્રસંગે ઉપસ્થિત થયા છીએ ત્યારે એક સક્ષમ નેતૃત્વ હેઠળ આપણે સૌ આગળ વધી રહ્યા છીએ. તેઓ એ વિશેષ થી જણાવેલ કે, નવું વર્ષ એટલે નવા સંકલ્પ, જૂની ભૂલો ને ભૂલી ને આગળ વધવાનો અવશર.

આ નવા વર્ષે મજબૂતી થી આગળ વધવું જોઈએ તથા ભારતીય જનતા પાર્ટી ને વધુ ને વધુ મજબૂત બનાવી જોઈએ. વિશ્વ આખું ભારત સાથે જોડાવા આતુર છે, અને ભારત વિશ્વસ્તરે પ્રખ્તાય બન્યું છે. દરેક દેશ વિચારે છે કે ભારત પાસે જે દૂરંદેશી છે એ કોઈ પાસે નથી, ભારત સમગ્ર વિશ્વ ને નવી દિશાઓ બતાવશે, આવી પાર્ટી માં જોડાયેલ કાર્યકર્તાઓને ૨૦૨૪ માં નવો ઇતિહાસ રચવામાં આહવાન કરેલ.

ચાઇના જેવા દેશ જે સમગ્ર વિશ્વ ના દેશો માટે તકલીફ ઉભી કરવા ની માનસિકતા ધરાવે છે, અર્થતંત્ર સહીત સુધી અસર પહોંચાડવા ચળવળ કરી રહ્યું છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જી ૨૦ સંમેલન થાકી ચાઈનાની હીન માનસિકતા ને જવાબ આપ્યો છે. કેન્દ્ર ના માધ્યમ થકી વિચારી ન શકીએ તેવી સુવિધા પ્રાપ્ત થઈ છે, ઓખા થી લઇ અમૃતસર સુધી ગ્રીન કોરિડોર (નેશનલ હાઇવે) ઉપલબ્ધ બન્યો છે, ડબલ્યુ. એચ. ઓ નું સેન્ટર અહી આકાર લેવા જઈ રહ્યું છે, એઈમ્સ જેવી સુવિધા જામનગરની નજીક ઉપલબ્ધ બની છે.

આગામી સમયમાં રેલ વ્યવહાર, હવાઈ વ્યવહારની સેવા વધશે. વંદે ભારત ની ટ્રેન સૌરાષ્ટ્ર માં પ્રથમ ટ્રેન જામનગર ને ફાળે મળી છે, વંદે ભારત થકી જામનગર સુરત સુધી રેલ કનેક્ટિવટી વધુ મજબૂત બનશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ, ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ થી પ્રેરિત થઈ, આમ આદમી પાર્ટીના ગત ચૂંટણી ના ૭૯ વિધાનસભા ના ઉમેદવાર વિશાલભાઈ ત્યાગી તેમના ટેકેદારો, કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટી માં જોડાયા, તથા ડો વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો ના હાથે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી નો ખેશ ધારણ કર્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓએ તેમને આવકરેલ છે. મહિલા મોરચાની બહેનો દ્વારા ભવ્ય રંગોળી બનાવવામાં આવેલ હતી, જેને અનેરું આકર્ષણ ઉભું કરેલ. છેલ્લે આભારવિધિ કરતા મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયાએ સૌ કાર્યકર્તાઓને દિવાળી ની શુભકામના પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન મહામંત્રી પ્રકાશ બામભણીયા, વસંતભાઈ ગોરી, ગોપાલભાઈ સોરઠીયા દ્વારા કરવામાં આવેલ. વિવિધ મોરચાના કાર્યકર્તાઓએ આ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.

આ કાર્યક્રમ માં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ, રિવાબા જાડેજા, મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, પ્રભારી પલ્લવીબેન ઠાકર, શિક્ષણસમિતિ ચેરમેન મનીષ કનખરા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી. ચેરેમેન નિલેશ કગથરા, શાસક પક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, પૂર્વ સંસદ ચંદ્રેશભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ ઝાલા, લાલજીભાઈ સોલંકી, પૂર્વ મેયર હસમુખ જેઠવા, પ્રતિભાબેન કનખરા, જયશ્રીબેન જાની, અમીબેન પરીખ, દિનેશ પટેલ, બીનાબેન કોઠારી, પૂર્વ અધ્યક્ષ હસમુખ હિંડોચા, મુકેશ દાશાણી, અશોક નંદા સહીત શહેર સંગઠનના હોદેદારો, વિવિધ મોરચા ના પ્રમુખો, વોર્ડ પ્રમુખો, વોર્ડ સમિતિ ના સભ્યો, પેઈજ સમિતિ ના પ્રમુખો, કાર્યકર્તાઓ વિશાળ સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર, લક્ષમણભાઇ ગઢવી તથા દીપાબેન સોની ની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી.

ધારાસભ્ય મહેશ કસવાળાની પાણી બચાવાવની અનોખી મુહિમ કૃષ્ણગઢ તળાવ માટે 146 લાખ,…

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…

1 of 569

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *