જામનગર, સંજીવ રાજપૂત: ભારતની આંતરાષ્ટ્રીય બેંક, બેંક ઓફ બરોડા દ્વારા લોકશાહી ના મહાપર્વ ચૂંટણી અન્વયે મતદાન અવશ્ય કરો, અંતર્ગત પોતાના ખાતેદારો માટે જાગૃતિ કાર્યક્રમ નો શુભારંભ કરેલ.
બેંક ઓફ બરોડા દ્વારા જામનગર, દ્વારકા, પોરબંદર ની ૪૮ શાખાઓ માં કૃષિ એવમ નાણાકીય વ્યવહારો અર્થે આવતા બેંક ગ્રાહકોને વધુ ને વધુ મતદાન કરવા જાગૃત કરવા કાર્યક્રમ ની શરૂઆત કરેલ છે.
પોસ્ટર, સ્ટેમ્પ સહિત વિવિધ પદ્ધતિ દ્વારા બેંક ઓફ બરોડા ની પ્રત્યેક ૪૮ શાખાઓ માં મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત મતાધિકાર નો ચોક્કસ ઉપયોગ કરવા અનુરોધ કરવા કાર્યક્રમ આયોજિત કરેલ છે.
પાક ધિરાણ ના સમયે ખાસ કૃષિ ક્ષેત્રે, ગ્રામ્ય ક્ષેત્રે સંકળાયેલ ખેડૂતો ને મતદાન નું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે, સાથે સાથે બિઝનેસ, બચત ખાતા ધરાવતા ગ્રાહકો ને પણ આ મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. બેંક ઓફ બરોડા ના રીજ્યોનલ મેનેજર ચંદન સિંહ દ્વારા પ્રેસ મીડિયા સાથે ઉદ્બોધન માં કાર્યક્રમ ની વિસ્તૃત વિગત રજૂ કરવામાં આવેલ.