કપિલ પટેલ. દ્વારા અરવલ્લી
પુરૂષોત્તમ માસ ત્રણ વર્ષમાં એક વાર આવે છે. ખુદ ભગવાન ને આ માસ પોતાના નામ સાથે જોડ્યો હતો. આ માસ ધાર્મિક અને પુણ્યકાર્ય કરવા માટે સર્વોત્તમ હોય છે. કારણ કે આ મહિનામાં પૂજન-પાઠ કરવાથી વધુ પુણ્ય મળે છે. આ મહિનામાં શ્રાદ્ધ, સ્નાન અને દાન કરવાથી કલ્યાણ થાય છે.
પવિત્ર અધિક માસ નિમિત્તે મોડાસા શહેરમાં પટેલ જયંતિભાઈ (જલારામ મેડીકલ સ્ટોર્સ મોડાસા) દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજ માટે બ્રહ્મ ભોજન નું આયોજન રાખવામાં આવેલ જેમાં રાજ્ય કક્ષા ના માનનીય મંત્રી ભીખુ સિંહજી પરમાર સાહેબ ઉપસ્થિત રહેલ. સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જયંતિભાઈ પટેલ ના પરિવાર અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા .મોડાસા શહેર મા વસતા તમામ બ્રહ્મ સમાજ ના પ્રમુખો એ જયંતિભાઈ પટેલ નુ શાલ ઓઢાડી સ્વાગત કર્યુ હતુ અને આશિર્વચન આપ્યા હતા. બ્રહ્મ ભોજન ના દાતાશ્રી એ સૌ બ્રામણો ને શિષ્ટાચાર ભેટ અર્પણ કરી હતી.
વિશેષ ઉપસ્થિત રા.કક્ષા ના મંત્રી ભીખુસિંહ પરમાર નું આ પ્રસંગે બ્રહ્મ સમાજના આગેવાન શ્રી મુકેશભાઈ ભટ્ટ પૂર્વકોર્પોરેટર શ્રી કેતન ત્રિવેદી પ્રદીપભાઈ ઉપાધ્યાય (એડવોકેટ) ઉપેન્દ્ર ત્રિવેદી (મામા)એ સન્માન કર્યું હતું.
બ્રહ્મ સમાજ ના સૌ આગેવાનોએ પટેલ જયંતિભાઈ અને તેમના પરિવારજનો ને આપ્રસંગે શુભકામનાઓ પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.