અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના રાજસ્થાન સુથાર સમાજના લોકો દ્વારા કલોલ ખાતે ભગવાન વિશ્વકર્મા જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દેશભરમાં ભગવાન વિશ્વકર્માજીની જયંતિ પ્રસંગે ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા હતા.
મૂળ રાજસ્થાનના પરંતુ કામકાજ ધંધા અર્થે ગુજરાતમાં વસવાટ કરતા રાજસ્થાન સુથાર સમાજના લોકો દ્વારા વિશ્વકર્મા જયંતિ મહોત્સવ દ્વારા આ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
કલોલ પાસે અયોધ્યા નગર, સઈજ ગામ ખાતે વિવિધ શહેરના રાજસ્થાની સુથાર સમાજના લોકો એકત્ર થયા હતા. આ પ્રસંગે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બોલી તેમજ સન્માન સમારોહ અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજસ્થાન સુથાર સમાજના ભાઈઓ, બહેનો અને બાળકો જોડાયા હતા અને આ પર્વને ઉજવ્યો હતો. આ પસંગે અતિથિ તરીકે અમદાવાદ ભાજપના અન્ય ભાષા ભાષી સેલના ઉપાધ્યક્ષ ભવાનીસિંહ શેખાવત ઉપસ્થિત રહ્યા હતા
જેમના દ્વારા દેશની સાથે સાથે ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા રાજસ્થાન સમાજના લોકો દ્વારા દેશ, રાજ્યની પ્રગતિ માટે સંપૂર્ણ ફાળો અને સહભાગી બની સમાજ અને રાજ્ય વિકાસના ક્ષેત્રે દુનિયાભરમાં હરણફાળ ભરે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે તંત્રી શિવકુમાર શર્મા અને પત્રકાર સંજીવ રાજપૂતનું પણ રાજસ્થાન સુથાર સમાજના લોકો દ્વારા ફુલહાર તેમજ મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.