Latest

ચાણસ્મા હારીજ હાઇવે સીએનજી પંપ નજીક ત્રિપલ અકસ્માતની ઘટના.મોટી દુર્ઘટના ટળી….

એબીએનએસ, એ.આર. પાટણ; ચાણસ્મા હારીજ હાઇવે પર CNG પમ્પ નજીક વહેલી સવારે મહેસાણા તરફથી હારીજ તરફ જઈ રહેલ ટ્રકના ડ્રાયવરે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા એલ.પી.જી. ગેસના ટ્રેલરના સાઈડના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળથી આવતી એસ ટી બસ ને પણ ટક્કર વાગતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

જોકે અકસ્માતમાં ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા LPG ગેસના ટ્રેલર સાથે અથડાતા ટ્રેલર હાઇવે પલ્ટી મારી ગયું હતું અને ટ્રકે ટ્રેલરને ટક્કર મારતા અકસ્માતમાં પાછળથી આવતી વલસાડ તરફની ST બસને પણ ટક્કર વાગતા એસ.ટી.ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.

જોકે ઘટનામાં સદ્દનસીબે મોટી જાનહાનીહાની ટળી હતી,ટ્રેલર અને ટ્રક નો ડ્રાઇવર અકસ્માત સર્જી ફરાર થયો. એસ ટી ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ થતા ચાણસ્મા સિવિલ ખસેડાયો અને ચાણસ્મા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *