Latest

ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે યાત્રાધામ અંબાજી ખાતે આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ માતાજીના દર્શન કર્યા

આજથી આદ્યશક્તિ મા અંબાની આરાધનાના પાવન અવસર ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે. આજે ચૈત્ર નવરાત્રિના પ્રથમ નોરતો વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી.

મંત્રીશ્રીએ અંબાજી મંદિર અને માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન ગણાતા ગબ્બર પર્વત ઉપર જઇ માતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યાં હતા.
શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. શક્તિપીઠ અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ ધામને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે. વર્ષ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

અંબાજી મંદિરમાં મંત્રીશ્રીનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિધ્ધિ વર્માએ માતાજીનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યુ હતુ. મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ મેળવ્યા હતા.

આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી શૈલેષભાઈ પટેલ, લલિતભાઈ લુહાર, નિલેશભાઈ બુંબડીયા, અમરતભાઇ ઓડ સહિત અધિકારી-પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

મહેસાણા, સંજીવ રાજપૂત: સરકારની વિવિધ વિભાગની યોજનાઓ થકી દરેક સમાજની મહિલાઓનો…

લાયન્સ ક્લબ ઓફ હેપ્પીનેસ-સપ્તપદી મેરેજ બ્યુરોના ઉપક્રમે શામળાજી ખાતે પિકનિક વિથ પસંદગી સંમેલન યોજાઈ ગયું

કપિલ પટેલ દ્વારા અમદાવાદ -લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હેપ્પીનેસ અને સપ્તપદી મેરેજ…

1 of 588

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *