શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે ત્યારે અંબાજી આસપાસ નાના મોટા આદિવાસી સમાજની વસ્તી ધરાવતા ગામો પણ આવેલા છે. સોમવારે મોડી રાત્રે અંબાજી નજીક આવેલા ચીખલા ગામે અજાણ્યાં વાહનની અડફેટે 4 ગાયોના મોત થતાં ધર્મપ્રેમી જનતામા ભારે રોષની લાગણી ફેલાઈ હતી.
અંબાજી થી ખેડબ્રહ્મા હાઇવે માર્ગ ઉપર હાલમાં કેટલાક વાહન ચાલકો ઓવર સ્પીડમાં વાહન કરી રહ્યા છે ત્યારે આવી સ્પીડમાં રોડ ઉપર ફરતા મુંગા પશુઓ પણ ક્યારેક તેનો ભોગ બનતા હોય છે. ચાર ગાયના મોત થતા અંબાજી પંથકમાં ભારે ચાર ચકચાર મચી જવા પામી છે. ગાયને મોતને ઘાટ ઉતારનાર વાહનચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે
અંબાજી પ્રહલાદ પૂજારી